Skip to main content
Settings Settings for Dark

ભારતની અવકાશ ક્ષેત્રે વધુ એક સિદ્ધિ, દેશનું પ્રથમ સૂર્ય મિશન તેના મુકામ પર પહોંચ્યું

Live TV

X
  • ભારતનું પ્રથમ સૂર્યના અભ્યાસ માટેનું મિશન આદિત્ય એલ-1 તેની અંતિમ ભ્રમણકક્ષામાં પહોંચી ગયું છે.  L-1 બિંદુ પૃથ્વીથી લગભગ 15 લાખ કિલોમીટર દૂર છે અને આ સ્થાનથી સૂર્યનું અંતર પણ 15 લાખ કિલોમીટર છે.

    આદિત્ય એલ-1 સેટેલાઇટ ગયા વર્ષે 2 સપ્ટેમ્બરે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યો હતો.  આ ઉપગ્રહ આગામી પાંચ વર્ષ સુધી તેની ભ્રમણકક્ષામાં રહેશે.

    ઇસરોના ચેરમેન એસ. સોમનાથે જણાવ્યું હતું કે, આ ઉપગ્રહ સૂર્યની આસપાસ પૃથ્વી જેટલી જ ઝડપે ફરશે અને ગ્રહણ વખતે પણ સૂર્ય પર નજર રાખી શકશે.

    એલ-વન પોઈન્ટ સુધી પહોંચવા માટે, આ અવકાશયાનની પ્રોપલ્શન સિસ્ટમને ટૂંકા અંતરે ફાયર કરવામાં આવી હતી.  આદિત્ય એલ-વન સૂર્યનો પરિઘ, તેની ગરમી અને પૃથ્વી પર તેની અસરનો અભ્યાસ કરવામાં મદદરૂપ થશે. એલ-વન એટલે કે લેન્ગેરિયન પોઈન્ટ એ એવી જગ્યા છે જ્યાં સૂર્ય અને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ સમાન છે. ગ્રહણ દરમિયાન પણ એલ-વન પરથી સૂર્ય જોઈ શકાશે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ મિશન તેના છેલ્લા મુકામ પર પહોંચવા પર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શુભેચ્છા પાઠવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
apply