Skip to main content
Settings Settings for Dark

સમગ્ર ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી, ગુજરાતમાં પણ અસર જોવા મળી

Live TV

X
  • હાલમાં સમગ્ર ઉત્તર ભારતમાં કોલ્ડવેવના કારણે તીવ્ર ઠંડીની અસર વર્તાઈ રહી છે. ગાઢ ધુમ્મસના કારણે લોકોની અવરજવર પર પણ અસર પડી રહી છે. દેશની રાજધાની નવી દિલ્હીમાં શનિવારે સવારે લઘુત્તમ તાપમાન 8.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ સાથે ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી પણ પ્રભાવિત થઈ હતી. આજે સવારે 5.30 વાગ્યે પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન અને દિલ્હીના ભાગોમાં વિઝિબિલિટી 50 મીટર નોંધાઈ હતી.

    ઉત્તર ભારતની ઠંડીની અસર ગુજરાતમાં પણ જોવા મળી હતી. જેના કારણે ગુજરાતમાં કડકડતી ઠંડીની અસર જોવા મળી હતી. કચ્છના નલિયામાં તાપમાનનો પારો 9 ડિગ્રી પર પહોંચ્યો હતો. જ્યારે  રાજકોટ 10.4 ,સુરેન્દ્રનગર 12.7 ,અમદાવાદ 13.8 અને ગાંધીનગરમાં 12 ડિગ્રી તાપમાન જોવા મળ્યું હતું. આમ જોવા જઈયે તો લાંબા સમય બાદ ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે.

    ઘણા રાજ્યોમાં વરસાદની ચેતવણી

    હવામાન વિભાગે તામિલનાડુમાં 5 થી 8 જાન્યુઆરી દરમિયાન, કેરળમાં 5 થી 7 જાન્યુઆરી દરમિયાન, લક્ષદ્વીપમાં 5 જાન્યુઆરીએ અને દક્ષિણ તટીય આંધ્રપ્રદેશમાં 7 જાન્યુઆરી દરમિયાન ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે ભારે વરસાદની આગાહી કરી છે. 5 જાન્યુઆરીએ કેરળમાં અલગ-અલગ સ્થળોએ અને 7 જાન્યુઆરીએ તમિલનાડુમાં ભારે વરસાદની શક્યતા. IMD એ ચેતવણી આપી છે કે આગામી પાંચ દિવસમાં ઉત્તર ભારતના લઘુત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
apply