Skip to main content
Settings Settings for Dark

ભારતની G-20 અધ્યક્ષતા હેઠળ યુવા 20 પ્રી-સમિટ આજે લદ્દાખમાં શરૂ થશે

Live TV

X
  • આ સમિટ 28 એપ્રિલ સુધી ચાલશે

    ભારતની G-20 અધ્યક્ષતા હેઠળ યુવા 20 પ્રી-સમિટ આજથી લદ્દાખમાં શરૂ થઈ રહી છે. આ સમિટ 28 એપ્રિલ સુધી ચાલશે. તે વિશ્વના યુવાનોને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે 30 દેશોના 100 થી વધુ પ્રતિનિધિઓને એકસાથે લાવશે. આ બેઠકમાં ક્લાઈમેટ ચેન્જ, શાંતિ-નિર્માણ અને સ્વાસ્થ્ય સહિત પાંચ યુથ 20 થીમ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ ઈવેન્ટ યુવાનો દ્વારા સામનો કરવામાં આવતા પડકારોને ઉકેલવા અને તેમના વિકાસ માટે એક એક્શન પ્લાન તૈયાર કરવા માટે ખુલ્લી ચર્ચા માટેનું પ્લેટફોર્મ પૂરું પાડશે.સમિટમાં દરેક વિષયો પર સમાંતર ચર્ચાઓ પણ થશે. આ વર્ષે ફેબ્રુઆરીમાં ગુવાહાટીમાં પ્રથમ યુથ 20 પ્રી-સમિટ યોજાઈ હતી. યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગ સિંહ ઠાકુર અને લેહ-લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર નિવૃત્ત બ્રિગેડિયર બી.ડી. મિશ્રા સભાને સંબોધશે. અમારા લેહ સંવાદદાતા જણાવે છે કે લેહ પ્રશાસને મીટિંગને સફળ બનાવવા માટે તમામ શક્ય મદદ પૂરી પાડી છે. યુથ 20 પ્રી-સમિટ અન્ય હિતધારકો સાથે સહયોગ અને નેટવર્કિંગ માટેની તકો પણ પ્રદાન કરશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply