ભારતનું ઉર્જા ક્ષેત્ર વિશ્વ માટે એક ઉદાહરણ સ્થાપિત કરશે: પીયૂષ ગોયલ
Live TV
-
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે સોમવારે જણાવ્યું હતું કે ભારતે વીજ ઉત્પાદન, ગ્રીડ એકીકરણ અને નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. તેમણે છેલ્લા 11 વર્ષની સફરને "બોલ્ડ વિચારસરણી, પ્રામાણિકતા અને સતત પ્રયાસો"નું પરિણામ ગણાવી હતી.
નાણાકીય વર્ષ 2024-25માં ભારતે 1,048 મિલિયન ટન કોલસાનું ઉત્પાદન કર્યું, જ્યારે કોલસાની આયાતમાં આશરે 8 ટકાનો ઘટાડો થયો. છેલ્લા 11 વર્ષમાં સૌર ઉર્જા ક્ષમતામાં 46 ગણો વધારો થયો છે. ભારત હવે આ ક્ષેત્રમાં વિશ્વમાં ત્રીજા ક્રમે છે.પવન ઉર્જા ક્ષમતા 2014માં 21 ગીગાવોટથી વધીને 2025માં 53 ગીગાવોટ થઈ છે.ભારત વિશ્વનું ચોથું સૌથી મોટું રિફાઇનિંગ હબ બન્યું છે અને રિફાઇનિંગ ક્ષમતામાં 20 ટકા વધારાની યોજના પર કામ કરી રહ્યું છે.દેશમાં 34,238 કિલોમીટર કુદરતી ગેસ પાઇપલાઇનોને મંજૂરી આપવામાં આવી છે, જેમાંથી 25,923 કિલોમીટર કાર્યરત છે.
મંત્રી ગોયલે ભારતના ઉર્જા ક્ષેત્રની સફળતા પાછળના પાંચ મુખ્ય સ્તંભો સમજાવ્યા.સૌભાગ્ય યોજના હેઠળ દરેક ઘરને વીજળી અને ઉજાલા યોજના હેઠળ 474 મિલિયન LED બલ્બનું વિતરણ. સૌર/પવન ઉપકરણો પર GST 12% થી ઘટાડીને 5% કરવામાં આવ્યો; 2030 પહેલા 20% ઇથેનોલ મિશ્રણનો લક્ષ્યાંક પૂર્ણ.2013માં 4.2% વીજળીની અછત હવે 2025 સુધીમાં ઘટીને 0.1% થઈ છે. દેશે 250 ગીગાવોટની રેકોર્ડ વીજળી માંગ પૂરી કરી. PM-UDAY યોજના હેઠળ ડિસ્કોમ્સની જવાબદારીઓ ₹1.41 લાખ કરોડથી ઘટાડીને 6500કરોડ કરવામાં આવી.ભારતે પેરિસ કરારના લક્ષ્યાંકને પૂર્ણ કર્યો અને દેશની 50% વીજળી ક્ષમતા હવે બિન-અશ્મિભૂત ઇંધણમાંથી આવે છે.મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે જેમ જેમ ભારત વિકસિત ભારત 2047 તરફ આગળ વધશે, તેમ તેમ ઉર્જા ક્ષેત્ર વૈશ્વિક ઉદાહરણ સ્થાપિત કરશે.
