ભારતીય શેરબજારમાં શાનદાર સોમવાર
Live TV
-
ભારતીય શેરબજારમાં એક વખત ફરી મજબૂતાઈ સાથે નો સપ્તાહનો પ્રથમ દિવસ જોવા મળ્યો છે મજબૂત ગ્લોબલ સંકેતો વચ્ચે ભારતીય શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે ફરી શાનદાર તેજી જોવા મળી રહી છે.આજે સેન્સેક્સ અને નિફ્ટી બન્નેમાં શરુઆતી ઉછાળો જોવા મળ્યો છે.સેન્સેક્સ 600 અંક વધી 49,800ની આસપાસ ખૂલ્યો હતો.જ્યારે નિફ્ટીમાં માર્કેટના ઓપનિંગમાં જ 200 અંક વધી 14,700ની આસપાસ કારોબાર થતો જોવા મળ્યો.કારોબાર દરમિયાન આઈટી, બેંકિગ અને ફાઈનાન્સિયલ શેરમાં જોરદાર તેજી જોવા મળી રહી છે.પાવરગ્રિડ અને ઓનએનજીસી જેવા શેર્સમાં 3 ટકાથી વધુનો ઉછાળો જોવા મળી રહ્યો છે.સોના-ચાંદીની વાત કરીએ તો સોનામાં હાલમાં 380 રુપિયાનો વધારો જોવા મળ્યો છે.અને 10 ગ્રામ સોનાનો ભાવ 46 હજાર 117ની આસપાસ જોવા મળી રહ્યો છે.જ્યારે ચાંદીમાં 900 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે.ચાંદોનો ભાવ 68 હજાર 180ની આસપાસ જોવા મળી રહ્યો છે.
