Skip to main content
Settings Settings for Dark

ભારતે કર્યું 2 બ્રહ્મોસ મિસાઈલોનું સફળ પરિક્ષણ

Live TV

X
  • ભારતીય વાયુસેનાએ જમીનથી જમીન પર વાર કરનારી 2 બ્રહ્મોસ મિસાઈલોનું કર્યું સફળ પરિક્ષણ

    ભારતે બે બ્રહ્મોસ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું છે. આ પરીક્ષણ 21 અને 22 ઓક્ટોબરે અંદામાન નિકોબારના ટ્રાક ટાપુ પર કરવામાં આવ્યુ હતું. બન્ને બ્રહ્મોસ મિસાઈલનું આ પરીક્ષણ રૂટીન ઓપરેશનલ ટ્રેનિંગનો એક હિસ્સો હતો.

    આ બન્ને મિસાઈલનું પરીક્ષણ ભારતીય વાયુસેનાએ કર્યું હતું. ભારતીય વાયુસેનાએ જણાવ્યું હતું કે, બન્ને મિસાઈલ દ્વારા અંદાજે 300કિલોમીટર દૂરના લક્ષ્યને ભેદવામાં આવ્યું હતું. બન્ને મિસાઈલે પોતાના નક્કી કરેલા લક્ષ્ય પર સટીક પ્રહાર કર્યો હતો. આ સફળ પરીક્ષણથી વાયુ સેનાને બળ મળ્યું છે. આ પરીક્ષણથી વાયુ સેનાની મોબાઈલ પ્લેટફોર્મથી જમીન પરના નિશાન ભેદવાની ક્ષમતા વધી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply