Skip to main content
Settings Settings for Dark

ભારત-એઆઈ ઇમ્પેક્ટ સમિટ આજથી નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે શરૂ થશે

Live TV

X
  • સમિટમાં 45થી વધુ દેશોના મંત્રી સ્તરીય પ્રતિનિધિમંડળો હાજરી આપશે, યુએન સેક્રેટરી-જનરલ અને અનેક આંતરરાષ્ટ્રીય સંગઠનોના વરિષ્ઠ અધિકારીઓ પણ ચર્ચામાં ભાગ લેશે

    ભારત-એઆઈ ઇમ્પેક્ટ સમિટ આજથી નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે શરૂ થશે. આ પાંચ દિવસીય પરિષદ વિકાસશીલ દેશમાં યોજાનારી પ્રથમ વૈશ્વિક એઆઈ સમિટ છે. આ કાર્યક્રમમાં 20 દેશોના વિશ્વ નેતાઓ ભાગ લેશે. જેમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન, બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા, સ્પેનિશ રાષ્ટ્રપતિ પેડ્રો સાંચેઝ પેરેઝ-કાસ્ટેજોન, સ્વિસ રાષ્ટ્રપતિ ગાય પરમેલિન, નેધરલેન્ડના પ્રધાનમંત્રી ડિક સ્કૂફ, યુએઈના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન, મોરિશિયન પ્રધાનમંત્રી નવીનચંદ્ર રામગુલામ, શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુર કુમાર દિસાનાયકે, સેશેલ્સના ઉપરાષ્ટ્રપતિ સેબેસ્ટિયન પિલ્લે અને ભૂટાનના વડા પ્રધાન ત્શેરિંગ ટોબગેનો સમાવેશ થાય છે.

    વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે, બોલિવિયા, ક્રોએશિયા, એસ્ટોનિયા, ફિનલેન્ડ, ગ્રીસ, ગુયાના, કઝાકિસ્તાન, લિક્ટેંસ્ટાઇન, સર્બિયા અને સ્લોવાકિયાના નેતાઓ પણ ભાગ લેશે. સમિટમાં 45થી વધુ દેશોના મંત્રી સ્તરીય પ્રતિનિધિમંડળો હાજરી આપશે. યુએન સેક્રેટરી-જનરલ અને અનેક આંતરરાષ્ટ્રીય સંગઠનોના વરિષ્ઠ અધિકારીઓ પણ ચર્ચામાં ભાગ લેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply