Skip to main content
Settings Settings for Dark

ભારત-ચીન વચ્ચે આજે કોર કમાન્ડર સ્તરની આઠમી બેઠક મળશે

Live TV

X
  • ભારત અને ચીન વચ્ચે આજે કોર કમાન્ડર સ્તરની આઠમી બેઠક યોજાશે. માહિતી અનુસાર આ બેઠક પુર્વીય લદ્દાખના ભારતીય ક્ષેત્રમાં યોજાશે. આઠમી વખતની આ બેઠકમાં ભારતીય પ્રતિનિધિ મંડળની અધ્યક્ષતા લેફ્ટંન્ટ જનરલ પી. જી. કે મેનન કરશે.

    ભારત અને ચીન વચ્ચે આજે કોર કમાન્ડર સ્તરની આઠમી બેઠક યોજાશે. માહિતી અનુસાર આ બેઠક પુર્વીય લદ્દાખના ભારતીય ક્ષેત્રમાં યોજાશે. આઠમી વખતની આ બેઠકમાં ભારતીય પ્રતિનિધિ મંડળની અધ્યક્ષતા લેફ્ટંન્ટ જનરલ પી. જી. કે મેનન કરશે. લેફ્ટંન્ટ જનરલ પી. જી. કે મેનનને હાલમાં લેહની 14મી કોરના કમાન્ડર નિયુક્ત કરવામાં આવ્યા છે. આ પહેલા 7મી વખતની બેઠક ગત 12 ઓક્ટોબરે થઈ હતી, જે વાર્તામાં પૂર્વીય લદ્દાખમાં સૈન્યના ટકરાવની બાબતો પર કોઈ પરિણામ નહોતુ મળી શક્યું. જોકે છેલ્લી બેઠક બાદ બંને દેશોના સૈન્ય તરફથી એક સંયુક્ત પ્રેસ વક્તવ્ય જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં કહેવાયું હતું કે બંને પક્ષો સૈન્ય તથા રાજનૈયિક માધ્યમોથી સંવાદ ચાલુ રાખવા પર સહમત થયા છે. આ સંવાદથી બંને દેશોના અવરોધોને દૂર કરવા માટે કોઈ દ્વિપક્ષીય સમાધાન કાઢવા તરફનો રસ્તો મળી શકશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply