Skip to main content
Settings Settings for Dark

રોકાણકારોને શ્રેષ્ઠ સુવિધાઓ જોઈએ, ભારત શ્રેષ્ઠ વિકલ્પ અને તક આપે છેઃ PM મોદી

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યૂઅલ ગ્લોબલ ઈન્વેસ્ટર રાઉન્ડ ટેબલને સંબોધન કર્યુ હતુ. PM મોદીએ કહ્યું કે, હાલ રોકાણકોરોને રોકાણ માટે શ્રેષ્ઠ સુવિધાઓ જોઈએ છે. ત્યારે ભારત રોકાણ માટે શ્રેષ્ઠ વિકલ્પ અને તક પૂરી પાડે છે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યૂઅલ ગ્લોબલ ઈન્વેસ્ટર રાઉન્ડ ટેબલને સંબોધન કર્યુ હતુ. PM મોદીએ કહ્યું કે, હાલ રોકાણકોરોને રોકાણ માટે શ્રેષ્ઠ સુવિધાઓ જોઈએ છે. ત્યારે ભારત રોકાણ માટે શ્રેષ્ઠ વિકલ્પ અને તક પૂરી પાડે છે. તેમણે જણાવ્યું કે ભારત દેશ લોકતંત્રની સાથે બહોળી જનસંખ્યા અને માંગ જેવી વિવિધતાઓ પ્રદાન કરે છે. 

    ભારતના એક બજારમાં જ અનેક બજારો મળી રહેશે. જે રોકાણકારો માટે ફાયદાકારક રહેશે. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ કોરાના મહામારી સામે દેશવાસીઓએ આપેલી લડતની પ્રશંસા કરી હતી. સાથે જણાવ્યું કે કોરોના કાળમાં ભારતે પોતાની પ્રતિબદ્ધતાને પુરવાર કરી છે. 80 કરોડ લોકોને ભોજન સુવિધાઓ પણ પૂરી પાડી છે. તેમણે આત્મનિર્ભર ભારત અંગે વાત કરતા કહ્યું કે, આત્મ નિર્ભર ભારત સુનિયોજિત આર્થિક રણનીતિ છે જે દેશને આગળ ધપાવશે. ઉલ્લેખનીય છે કે આ સંમેલનમાં કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સિતારમન, આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસ પણ જોડાયા હતા. સાથે અમેરિકા, યુરોપ, અને કેનેડા જેવા 20 પ્રમુખ, ઉપરાંત દુનિયાના ઘણા દેશના રોકાણકારો ભાગ લઈ રહ્યા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply