કરતારપુર સાહેબ ગુરુદ્વારાનો વહિવટ બીજી સંસ્થાને સોંપવાના પાક.ના નિર્ણયને ભારતે વખોડ્યો
Live TV
-
પાકિસ્તાને શિખ ધર્મના પવિત્ર યાત્રાધામ કરતારપુર સાહેબ ગુરુદ્વારાનો વહિવટ શિખ ધર્મના ટ્રસ્ટ પાસેથી લઈને બિન-શિખ (non-Sikh) ધર્મના બોર્ડને સોંપ્યો છે. ભારતે પાકિસ્તાનના આ એકપક્ષી નિર્ણયને વખોડ્યો છે અને નિંદા કરી છે
પાકિસ્તાને શિખ ધર્મના પવિત્ર યાત્રાધામ કરતારપુર સાહેબ ગુરુદ્વારાનો વહિવટ શિખ ધર્મના ટ્રસ્ટ પાસેથી લઈને બિન-શિખ (non-Sikh) ધર્મના બોર્ડને સોંપ્યો છે. ભારતે પાકિસ્તાનના આ એકપક્ષી નિર્ણયને વખોડ્યો છે અને નિંદા કરી છે.
વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં જણાવ્યુ હતુ કે રિપોર્ટ મળ્યા પ્રમાણે પાકિસ્તાને પવિત્ર ગુરુદ્વારા કરતારપુર સાહેબનો વહિવટ પાકિસ્તાન શિખ ગુરુદ્વારા પ્રબંધક કમિટી પાસેથી લઈને પાકિસ્તાનના ઈવેક્યુ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડ (Evacuee Trust Property Board)ને સોંપ્યો છે. ભારતિય વિદેશ મંત્રાલય આ નિર્ણયને વખોડતાં કહ્યુ કે પાકિસ્તાનનો આ નિર્ણય શિખ ધર્મની ધાર્મિક ભાવનાઓ અને કરતારપુર સાહેબ કોરિડોરના વિરોધમાં લેવાયો છે. સાથે જ આ નિર્ણય પાકિસ્તાનમાં રહેતા શિખ ધર્મના લઘુમતી અધિકારોના વિરોધમાં છે.
સાથે જ ભારતે કહ્યુ કે પાકિસ્તાનનો આ નિર્ણય પાક. સરકારના ધાર્મિક લઘુમતી સમુદાયોના અધિકારોના રક્ષણ કરવાના દાવો કેટલા પોકળ છે તેની સાબિતી આપે છે.
