Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણયો, હિમાચલપ્રદેશમાં વિજળી ઉત્પાદન માટે નવા હાઈડ્રો પ્રોજેક્ટને મંજૂરી

Live TV

X
  • આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રી મંડળની એક મહત્વની બેઠક મળી હતી. જેમાં અનેક પ્રજાહિતના નિર્ણયો લેવામાં આવ્યાં હતાં. જેના વિશે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે એક પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી હતી. પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે, આગામી સમયમાં હિમાચલ પ્રદેશમાં હાઈડ્રો પાવર પ્રોજેક્ટનો નિર્ણય લેવાયો છે. 1850 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા હાઈડ્રો પ્રોજેક્ટ દ્વારા 775 કરોડ યુનિટ વીજળી દર વર્ષે મળશે. હિમાચલને 1140 કરોડ રૂપિયાની વીજળી મફતમાં આપવામાં આવશે. આ ઉપરાંત આ બેઠકમાં 4 સમજૂતીઓ પણ કરવામાં આવી છે. જે અંતર્ગત ભારત અને ઈઝરાયેલ વચ્ચે હેલ્થ અને મેડિસીન ક્ષેત્રમાં તેમજ ભારત અને ઈંગલેન્ડ વચ્ચે આરોગ્ય લક્ષી સેવાના ક્ષેત્રમાં સમજૂતી કરવામાં આવી છે. પ્રકાશ જાવડેકરે વધુમાં જણાવ્યું હતું કે, ભારતની અર્થવ્યવસ્થા ફરી પાટા પર ચડી રહી છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પંજાબના ખેડૂતોએ સૌથી વધુ 158 લાખ ટન અનાજ વેચ્યું છે અને સરકારે તેમને ટેકાના ભાવે સારા એવા ભાવ પણ આપ્યાં છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply