ભારત ડિજીટલ યુનિવર્સિટીની સ્થાપના કરશે
Live TV
-
ભારતે ઉચ્ચ શિક્ષણ અને કૌશલ્ય વિકાસ શિક્ષણના ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો કરવા માટે ડિજીટલ યુનિવર્સિટીની સ્થાપના કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રિય કૌશલ્ય વિકાસ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ગઈકાલે શાંઘાઈ સહકાર સંસ્થા SCOની બેઠકને વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ડિજીટલ યુનિવર્સિટીને કારણે વિવિધ શૈક્ષણિક અને કૌશલ્ય વિકાસ કાર્યક્રમો વિદ્યાર્થી સરળતાથી મેળવી શકશે. તેમણે કહ્યું કે, ભારત સરકાર શિક્ષણ પદ્ધતિમાં નવી વ્યવસ્થા હેઠળ વિદ્યાર્થી સામાન્ય શિક્ષણની સાથે સાથે કૌશલ્ય વિકાસ શિક્ષણ સરળતાથી મેળવી શકે તે બાબતને કેન્દ્રમાં રાખી રહી છે.
