જી20ના સાંસ્કૃતિક કાર્યસમૂહની પ્રથમ બેઠક આજથી મધ્યપ્રદેશના ખજૂરાહોમાં શરૂ થશે
Live TV
-
જી20ના સાંસ્કૃતિક કાર્યસમૂહની પ્રથમ બેઠક આજથી મધ્યપ્રદેશના ખજૂરાહોમાં શરૂ થશે. આ પ્રસંગે કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી જી.કે.રેડ્ડી, મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડૉ. વિરેન્દ્રકુમાર અને સંસ્કૃતિ રાજ્યમંત્રી મિનાક્ષી લેખી રિટર્ન ઓફ ટ્રેઝરીઝ પ્રદર્શનનું પણ ઉદ્દઘાટન કરશે. આ બેઠકમાં અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થશે. તેમાં ખજૂરાહો નૃત્ય મહોત્સવ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ પણ સામેલ છે. આ બેઠકમાં 125થી વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે. પ્રતિનિધિગણ યુનેસ્કોના વિશ્વ ધરોહર સ્થળ એવા પશ્ચિમી મંદિર સમૂહનું પણ નિરીક્ષણ કરશે.
કાર્યક્રમમાં ચાર સત્રોનું આયોજન કરવામાં આવશે. આ બેઠક 25મી ફેબ્રુઆરી સુધી યોજાશે.
