Skip to main content
Settings Settings for Dark

ભારત-મ્યાનમારની સરહદ પર 1643 કિ.મી. સુધી વાડ લગાવવામાં આવશે

Live TV

X
  • કેન્દ્ર સરકારે ભારત-મ્યાનમાર સરહદ પર વધુ સારી રીતે દેખરેખ રાખવા માટે એક મોટી યોજના બનાવવાનો નિર્ણય કર્યો છે. ગૃહમંત્રી અમિત શાહે જાહેરાત કરી છે કે કેન્દ્ર સરકારે 1643 કિમી લાંબી ભારત-મ્યાનમાર સરહદ પર ફેન્સીંગ લગાવવાનો નિર્ણય લીધો છે. આ સિવાય સરકાર દેખરેખ વધારવા માટે બોર્ડર પેટ્રોલિંગ માટે ટ્રેક પણ બનાવશે.

    કેન્દ્ર સરકારની આ યોજનાને દેશની સરહદોને અભેદ્ય બનાવવા માટે એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સારી દેખરેખ માટે ભારત-મ્યાનમાર સરહદ પર પેટ્રોલિંગ રૂટને વધુ મજબૂત બનાવવામાં આવશે.

    સરહદની કુલ લંબાઈમાંથી, મણિપુરના મોરેહમાં 10 કિલોમીટરની વાડ પહેલેથી જ લગાવી દેવામાં આવી છે. આ ઉપરાંત હાઇબ્રિડ સર્વેલન્સ સિસ્ટમ (HSS) દ્વારા ફેન્સીંગના બે પાયલોટ પ્રોજેક્ટ પણ ચલાવવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત અરુણાચલ પ્રદેશ અને મણિપુરમાં દરેક કિલોમીટરના અંતરે ફેન્સીંગ કરવામાં આવી રહી છે. આ સિવાય મણિપુરમાં લગભગ 20 કિલોમીટર સુધી ફેન્સિંગ લગાવવાના કામને પણ મંજૂરી મળી ગઈ છે અને ટૂંક સમયમાં કામ શરૂ થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
apply