Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર 'ધન્યવાદ પ્રસ્તાવ' પર થયેલ ચર્ચાનો જવાબ આપશે

Live TV

X
  • સસંદના બજેટ સત્રનો આજે છઠ્ઠો દિવસે છે.ત્યારે બંને ગૃહોમાં પ્રશ્નકાળ દરમિયાન સંબંધિત મંત્રીઓ દ્વારા મહત્વપૂર્ણ પ્રશ્નોના જવાબ આપવામાં આવશે.બંને ગૃહોમાં મહત્વના બિલો રજૂ કરવામાં આવશે. લોકસભામાં આજે જમ્મુ-કાશ્મીરના વચગાળાના બજેટ પર ચર્ચા થશે. સાથે સાથે જમ્મુ-કાશ્મીરની ગ્રાન્ટની માંગણીઓ પર પણ ચર્ચા કરીને તેને પાસ કરવામાં આવશે.

    તો રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા ચાલુ રહેશે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચર્ચાનો જવાબ આપશે. આ સાથે રાજ્યસભામાં કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ - કાશ્મીરના વચગાળાના બજેટ પર પ્રસ્તાવિત ચર્ચા થશે.

    સંસદના બજેટ સત્રની કાર્યવાહી એક દિવસ માટે લંબાવવામાં આવી છે. સંસદની કાર્યવાહી શનિવાર 10 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. જેની જાણકારી કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ આપી હતી. સરકાર UPA અને NDA સરકારના કાર્યકાળમાં ભારતીય અર્થવ્યવસ્થાની સરખામણી પર સફેદ કાગળ સંસદમાં રજૂ કરવાની યોજના બનાવી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
apply