ભારત સરકારનાં નાગરિક ઉડ્ડયન મંત્રાલયનાં LDIT ડિવિઝન દ્વારા ડ્રોન ફ્લાય માટે દેશનાં 10 રાજ્યોમાંથી 26 ગ્રીન ઝોન પસંદ કરાયા
Live TV
-
ભારત સરકારનાં નાગરિક ઉડ્ડયન મંત્રાલયનાં LDIT ડિવિઝન દ્વારા ડ્રોન ફ્લાય માટે દેશનાં 10 રાજ્યોમાંથી 26 ગ્રીન ઝોન પસંદ કરાયા છે. ગુજરાતમાંથી માત્ર વડનગર તાલુકાનાં સુંઢિયા ગામને પસંદ કરાયું છે. આ વિસ્તારમાં હવે કોઇ પણ પ્રકારની પરવાનગી વગર ડ્રોનની તાલીમ અને વિવિધ પ્રકારનાં પરીક્ષણો કરી શકાશે. ડ્રોન નિષ્ણાત તથા પ્રાઇમ યુએવીનાં ફાઉન્ડર સંદિપ પટેલે જણાવ્યું કે સુંઢિયામાં ડિજીટલ સ્કાય પ્લેટફોર્મ પર રજીસ્ટ્રર થયેલા ડ્રોન કોઇ પણ પરવાનગી વગર હવે ડ્રોન ફ્લાય કરી શકાશે. રાજ્યભરનાં રજીસ્ટ્રર ડ્રોન માલિકો અહીં આવશે.
