Skip to main content
Settings Settings for Dark

ભીષણ ચક્રવાતી તોફાન 'દિતવાહ' નબળું પડ્યું, ચેન્નઈ-તમિલનાડુ કિનારાઓ પર ગાઢ દબાણ સક્રિય

Live TV

X
  • દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં સક્રિય થયેલું ભીષણ ચક્રવાતી તોફાન 'દિતવાહ' (Ditwah) ગતરાત્રે નબળું પડીને ગાઢ દબાણના વિસ્તારમાં ફેરવાઈ ગયું છે.

    હવામાન વિભાગના અહેવાલ મુજબ, આ સિસ્ટમ હાલમાં દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી અને તેની સાથે જોડાયેલા ઉત્તરીય તમિલનાડુ તેમજ પુડુચેરીના કિનારાઓ પર સક્રિય છે.
    છેલ્લા છ કલાક દરમિયાન આ ગાઢ દબાણનો વિસ્તાર 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર તરફ આગળ વધી રહ્યો હતો.તે હાલમાં ચેન્નઈના દક્ષિણ-પૂર્વમાં ૯૦ કિલોમીટર દૂર છે.

    પુડુચેરીના દક્ષિણ-પૂર્વમાં અને કુડ્ડાલોર તથા કરાઇક્કલથી લગભગ 100 કિલોમીટર દૂર સ્થિત છે.હવામાન ખાતાની આગાહી અનુસાર, આજે (સોમવારે) બપોર સુધીમાં આ સિસ્ટમ ધીમે ધીમે વધુ નબળી પડીને માત્ર દબાણના વિસ્તારમાં ફેરવાઈ જવાની સંભાવના છે, જે મોટી રાહતની વાત છે.જોકે, આ સિસ્ટમની અસરને કારણે તમિલનાડુના તિરુવલ્લુર જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ આજે ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે, જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા જણાવાયું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply