વર્લ્ડસ્કિલ્સ એશિયા 2025: ભારતે પ્રથમ પ્રયાસમાં જ 8મું સ્થાન મેળવ્યુ
Live TV
-
ભારતે તાઇપેઈમાં આયોજિત વર્લ્ડસ્કિલ્સ એશિયા કોમ્પિટિશન (WSAC) 2025માં તેની પ્રથમ ભાગીદારીમાં જ અસાધારણ પ્રદર્શન કર્યું છે.
દેશે 29 દેશોમાંથી 8મું સ્થાન મેળવીને નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.ભારતીય ટુકડીએ પરંપરાગત અને ટેક-આધારિત બંને કૌશલ્ય શ્રેણીઓમાં પ્રભાવશાળી દેખાવ કર્યો અને કુલ 6 મેડલ/સન્માનો જીત્યા:સિલ્વર મેડલ: 1,બ્રોન્ઝ મેડલ: 2,મેડલિયન ઓફ એક્સેલન્સ: 3
આ સિદ્ધિઓ ઔદ્યોગિક ડિઝાઇન ટેકનોલોજી, રોબોટિક સિસ્ટમ ઇન્ટિગ્રેશન, સોફ્ટવેર એપ્લિકેશન ડેવલપમેન્ટ, વેબ ટેકનોલોજી, ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન અને પેઇન્ટિંગ અને ડેકોરેટિંગ જેવી શ્રેણીઓમાં મળી.મહિલાઓનું નેતૃત્વ: સ્પર્ધામાં ભાગ લેનાર મહિલા સહભાગીઓએ દેશ માટે ઘણા મહત્વપૂર્ણ મેડલ જીત્યા, જે કૌશલ્ય ઇકોસિસ્ટમમાં તેમના વધતા નેતૃત્વનું પ્રદર્શન કરે છે. તેમને "બેસ્ટ ઇન કન્ટ્રી" મેડલ પણ મળ્યો.23 સ્પર્ધકો અને 21 નિષ્ણાતોની આ ટીમ કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય (MSDE)ના નેતૃત્વ હેઠળ બનાવવામાં આવી હતી. કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) જયંત ચૌધરીએ આ પ્રદર્શનને યુવાનોના આત્મવિશ્વાસ, સર્જનાત્મકતા અને શિસ્તનો પુરાવો ગણાવ્યો.WSAC 2025માં ભારતનું આ પ્રદર્શન વૈશ્વિક કૌશલ્ય-પ્રતિભા હબ (Global Skill-Talent Hub) બનવાના દેશના લક્ષ્ય માટે મજબૂત પાયો નાખે છે.
