Skip to main content
Settings Settings for Dark

વન-ડે શ્રેણીની પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાને 17 રનથી હરાવી ભારતનો વિજય

Live TV

X
  • ભારતીય ક્રિકેટ ટીમે ગત રોજ વન-ડે આંતરરાષ્ટ્રીય (ODI) શ્રેણીની પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાને રોમાંચક મુકાબલામાં 17 રનથી હરાવી દીધું છે.

    આ જીત સાથે ભારતે ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે નિયત 50 ઓવરમાં 8 વિકેટે 349 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ 120 બોલમાં આક્રમક 135 રનની મદદથી ભારતને મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું હતું. તેમના આ પ્રદર્શન બદલ તેમને પ્લેયર ઑફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા.350 રનના મુશ્કેલ લક્ષ્યાંકનો પીછો કરતાં દક્ષિણ આફ્રિકાની ટીમ અંત સુધી લડી હતી, પરંતુ છેલ્લી ઓવરમાં તેઓ 332 રન પર ઓલઆઉટ થઈ ગયા હતા. દક્ષિણ આફ્રિકા તરફથી મેથ્યુ બ્રીટ્ઝકેએ સર્વાધિક 72 રનનું યોગદાન આપ્યું હતું.બેટિંગ બાદ ભારતીય બોલરોએ પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. સ્પિનર કુલદીપ યાદવએ ઘાતક બોલિંગ કરતાં 4 વિકેટ ઝડપી હતી, જ્યારે યુવા ઝડપી બોલર હર્ષિત રાણાએ 3 મહત્વની વિકેટ લઈને દક્ષિણ આફ્રિકાને લક્ષ્યાંક સુધી પહોંચતા અટકાવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply