Skip to main content
Settings Settings for Dark

UP- મઉમાં ગેસ સિલિન્ડર વિસ્ફોટમાં બે માળનું મકાન ધરાશાયી, 10 ના મોત

Live TV

X
  • સિલેન્ડર ફાટ્યા બાદ મકાનમાં આગી લાગી ગઈ, અસંખ્ય ઘાયલો સારવાર હેઠળ

    ઉત્તર પ્રદેશના મઉમાં આવેલા મોહમ્મદાબાદમાં સોમવારે સવારે સિલિન્ડર બ્લાસ્ટમાં બે માળની ઈમારત ધરાશાયી થઈ ગઈ છે. આ દુર્ઘટનામાં 10 લોકોના મોત થયા છે જ્યારે અન્ય 15 લોકો ઘાયલ થયા છે. પોલીસનું કહેવું છે કે મોતનો આંકડો વધી શકે છે. દુર્ઘટનામાં ઘાયલ 15 લોકોને સારવાર માટે જિલ્લા હૉસ્પિટલમાં દાખલ કરાયા છે. સારવાર દરમિયાન ત્રણ અન્ય લોકોના પણ મોત થયા. જે સમય આ દુર્ઘટના બની તે સમયે મકાનમાં લગભગ બે ડઝન લોકો હાજર હતા. હાલ રાહત કાર્ય યુદ્ધ સ્તરે ચાલી રહ્યું છે.ઘટના સવારે સાડા સાત વાગ્યાની છે. સિલેન્ડર ફાટ્યા બાદ મકાનમાં આગી લાગી ગઈ. જેને જોઈ આસપાસના લોકો મકાનની અંદર ઘૂસ્યા. ત્યારબાદ મકાન ધ્વસ્ત થઈ ગયું. હજુ સુધી 10 લોકોનાં મોત થયાની પુષ્ટિ થઈ છે. હાલ જેસીબીની મદદથી કાટમાળને હટાવવાનું કામ ચાલુ છે. ઘટનાસ્થળે એમ્બ્યુલન્સ પણ હાજર છે જેથી ઘાયલોને વહેલી તકે સારવાર પૂરી પાડી શકાય.મુખ્યમંત્રીએ ડીએમ, એસએસપીને ઘટનાસ્થળે પહોંચવાના નિર્દેશ આપ્યા..મઉમાં થયેલા આ દુર્ઘટના પર શોક વ્યક્ત કરતાં રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ જિલ્લાના જિલ્લા અધિકારી અને એસએસપીને ઘટનાસ્થળે પહોંચી રાહત અને બચાવ કાર્યમાં ઝડપ લાવવાના નિર્દેશ આપયા છે. સાથોસાથ કહ્યુ કે, ઘાયલોને દરેક શક્ય મદદ પૂરી પાડવી..મુખ્યમંત્રીએ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યુ છે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
apply