FONT SIZE
RESET
14-10-2019 | 5:37 pm
મધ્ય પ્રદેશના હોશંગાબાદ જિલ્લામાં એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. એક કાર દુર્ઘટનામાં રાષ્ટ્રીય સ્તરના ચાર હોકી ખેલાડીઓના મોત થયા છે. જ્યારે ત્રણ ખેલાડીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. ચારેય ખેલાડી , ભોપાલ એમ.પી. એકેડમીના છે. આ બધા ખેલાડી હોશંગાબાદમાં ચાલી રહેલી ધ્યાનચંદ હોકી ટૂર્નામેન્ટ રમવા માટે ઇટારસી થી હોશંગાબાદ આવી રહ્યા હતા. ખબર પ્રમાણે સાથી ખેલાડીનો જન્મ દિવસ મનાવી સવારે કારમાં જ્યારે તેઓ હોશંગાબાદ જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી.
UP- મઉમાં ગેસ સિલિન્ડર વિસ્ફોટમાં બે માળનું મકાન ધરાશાયી, 10 ના મોત
Previous Story
સુપ્રીમ કોર્ટે ફગાવી આધારને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સાથે જોડવાની માગ
Next Story