Skip to main content
Settings Settings for Dark

મણિપુરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિમાં થયો સુધાર, સંવેદનશીલ વિસ્તારમાં તપાસ અભિયાન હાથ ધરાયું

Live TV

X
  • છેલ્લા કેટલાક સમયથી હિંસાથી પ્રભાવિત મણિપુર રાજ્યમાં ફરીથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં ધીમે ધીમે સુધારો આવી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા કોઈ પણ અપ્રિય ઘટનાને રોકવા માટે આવશ્યક સુરક્ષા ઉપાય કરવાના આદેશ અપાયા છે. પોલીસ અને કેન્દ્રીય સુરક્ષા દળો દ્વારા વિષ્ણુપુર અને અરમતાલ જિલ્લામાં સીમા અને સંવેદનશીલ વિસ્તારોમાં તલાશી અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ઇમ્ફાલ પૂર્વી જીલ્લા પોલીસે તલાશી અભિયાન દરમિયાન બે હથિયાર જપ્ત કર્યા હતા. પહાડી અને ઘાટી બંને જિલ્લાઓના વિભિન્ન સ્થળો પર કુલ 123 ચોકીઓ શરુ કરાઈ છે, પોલીસે રાજ્યના વિભિન્ન જિલ્લાઓમાં ઉલ્લંઘનના મામલે ૯૨૪ વ્યક્તિઓની અટકાયત કરી છે. રાજ્યમાં આવશ્યક ચીજ વસ્તુઓના પરિવહન માટે રાષ્ટ્રીય રાજમાર્ગ 37 પર ૧૫૮ ભરેલા વાહનો અને રાષ્ટ્રીય રાજમાર્ગ 2 પર અન્ય 159 ભરેલા વાહનોની અવરજવર માટે કડક સુરક્ષા કરવામાં આવી છે.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply