મધ્યપ્રદેશની 230 બેઠકો ઉપર મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે યોજાઇ
Live TV
-
મધ્યપ્રદેશની તમામ 230 બેઠકો ઉપર મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ પૂરી થઈ હતી. સાંજે પાંચ વાગ્યા સુધીમાં 71 ટકા મતદાન થયું હતું. ચુંટણીપંચ દ્વારા પ્રેસ કોનફોરન્સ દ્વારા મતદાન અંગે સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. આજે 5 કરોડ 60 લાખ મતદારોએ 252 મહિલાઓ સહિત કુલ બે હજાર 533 ઉમેદવારો માટે મતદાન કર્યું હતું.
જેમાં ઘણા દિગ્ગજ નેતાઓના ભાવિ EVMમાં કેદ થયા હતાં. રાજ્યની હોટ સીટની વાત કરીએ તો શિવરાજ સિંહ ચૌહાણ બુધની બેઠકથી, મલનાથ છિંદવાડાથી, નરોત્તમ મિશ્રા દદિયાથી ચૂંટણી લડી રહ્યા છે. શાંતિપૂર્ણ મતદાન પ્રક્રિયા માટે ચૂટંણીપંચ દ્વારા પૂરતી તૈયારી કરવામાં આવી હતી. જેમાં રાજ્ય પોલીસના બે લાખ જવાનો સાથે કેન્દ્રીય ટીમોની 700 કંપનીઓ સુરક્ષા માટે તૈનાત કરવામાં આવી હતી. મધ્યપ્રદેશમાં પ્રથમ વખત યુવાનોને 371 મતદાન મથકોની જવાબદારી સોંપવામાં આવી હતી.
