છત્તીસગઢમાં 70 બેઠકો પર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન
Live TV
-
છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું 70 બેઠકો પર મતદાન શાંતિપૂર્ણ પૂરું થયું છે. બીજા તબક્કાના મતદાનમાં 1 કરોડ 63 લાખથી વધુ મતદારોએ મતદાન કર્યું હતું. અને 958 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થયું હતું. 5 વાગ્યા સુધી 68 ટકા મતદાન થયું .ચૂંટણીપંચ દ્વારા પ્રેસ કોનફોરન્સ દ્વારા મતદાન અંગે પૂરી જાણકારી આપવામાં આવશે આજના મતદાન માટે કુલ 18 હજાર 833 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા હતાં. તેમાંથી 727 બુથ એવા છે જ્યાં મહિલા મતદાન કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા હતાં. તેમજ શાંતિપૂર્ણ મતદાન પ્રક્રિયા માટે ચૂંટણી પંચ દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી અને શાંતિપૂર્ણ મતદાન કરાવવામાં આવ્યું હતું.
આજે થયેલ મતદાનમાં મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, વિધાનસભા અધ્યક્ષ ચરણદાસ મહંત, નાયબ મુખ્યમંત્રી ટી.એસ. સિંહદેવ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ અરુણ સાઓ, વિપક્ષના નેતા નારાયણ ચંદેલ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી રેણુકા સિંહનું ભાવિ EVMમાં કેદ થયું છે.
