રાષ્ટ્રપતિ દ્રૌપદી મૃર્મુ આજે અંતરિક્ષ પ્રૌદ્યૌગિકી અને વિમાનન વિષય પર આયોજીત પ્રદર્શનનીનું ઉદઘાટન કરશે
Live TV
-
રાષ્ટ્રપતિ દ્રૌપદી મૃર્મુ આજે 2047માં અંતરિક્ષ પ્રૌદ્યૌગિકી અને વિમાનન વિષય પર આયોજીત 2 દિવસીય સંમેલન અને પ્રદર્શનનીનું ઉદઘાટન કરશે. દિલ્હીની યશોભૂમિ કન્વેક્શન સેંટરમાં આયોજિત થનાર આ સંમેલન એરોનોટિકલ સોસાયટી ઓફ ઇન્ડિયાએ AeSIના 75 વર્ષની શ્રેષ્ઠતાની યાદમાં આ કાર્યક્રમનું આયોજન કરી રહી છે.
ઉદ્ઘાટન સત્રમાં ભારતમાં એરોસ્પેસ અને ઉડ્ડયનની 75 વર્ષની સફર તેમજ વિઝન ડોક્યુમેન્ટ 2047 પર એક કમ્પેન્ડિયમનું વિમોચન સામેલ હશે. આ કાર્યક્રમ છેલ્લા 75 વર્ષમાં આ ક્ષેત્રમાં ભારતની સફર પર ધ્યાન કેન્દ્રિત કરશે. જેમાં સિદ્ધિઓ, તકનીકી પ્રગતિ, અને મહાન સ્વપ્નદ્રષ્ટાઓની ભૂમિકાને ધ્યાનમાં રખાયો છે.
મહાનુભાવો, આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો, વૈજ્ઞાનિકો, ઉદ્યોગપતિઓ, શિક્ષણવિદો, સ્ટાર્ટ-અપ્સ અને વિદ્યાર્થીઓ સહિત 1500 પ્રતિનિધિઓ ભાગ લેશે. 75 થી વધુ સ્ટાર્ટ-અપ સહિત લગભગ 200 ઉદ્યોગો અને MSME, પ્રદર્શનમાં સ્વદેશી ક્ષમતાઓ પ્રદર્શિત કરશે. કોન્ફરન્સ દરમિયાન અનેક સંસ્થાઓ અને વિભાગોના વડાઓ દૂરદર્શી વાર્તાલાપ પણ કરશે..
