પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 'સેકન્ડ વોઈસ ઑફ ગ્લોબલ સાઉથ સમિટ'ના સમાપન સમારંભને વર્ચ્યુઅલી સંબોધિત કર્યુ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 'સેકન્ડ વોઈસ ઑફ ધ ગ્લોબલ સાઉથ સમિટ'ના ઉદ્ઘઘાટન સત્ર બાદ સમાપન સમારંભને વર્ચ્યુઅલી સંબોધિત કર્યુ હતું. 'વોઈસ ઓફ ધ ગ્લોબલ સાઉથ સમિટ'ના સમાપન લીડર્સ સેશનને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે; ગ્લોબલ સાઉથ ઈચ્છે છે કે વૈશ્વિક ગવર્નન્સ પર તેનો અવાજ સંભળાય.
તેમણે કહ્યું કે, તે સ્પષ્ટ છે કે ગ્લોબલ સાઉથ તેની સ્વાયત્તતા ઈચ્છે છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, એક વર્ષમાં ગ્લોબલ સાઉથની સમિટ અને તેમાં મોટી ભાગીદારી વિશ્વને મોટો સંદેશ આપે છે.
ભારતને ગર્વ છે કે તેને G20 જેવા મહત્વના ફોરમ દરમિયાન ગ્લોબલ સાઉથનો અવાજ એજન્ડામાં મુકવાની તક મળી. તાજેતરમાં શરૂ કરાયેલા શિષ્યવૃત્તિ કાર્યક્રમ વિશે વાત કરતાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે; ગ્લોબલ સાઉથ દેશોના વિદ્યાર્થીઓને ભારતમાં ઉચ્ચ શિક્ષણ માટેની વધુ તકો મળશે, આ સાથે જ પીએમ મોદીએ ગ્લોબલ સાઉથ સેન્ટર ફોર એક્સલન્સનું લોન્ચિંગ પણ કર્યું હતું.
