રાજસ્થાનના ચૂંટણી જંગમાં આજે ભાજપ અને કોંગ્રેસ આમને-સામને
Live TV
-
રાજસ્થાનના ચૂંટણી જંગમાં આજે ભાજપ-કોંગ્રેસ ફરી પોતપોતાની તાકાત દેખાડશે. પીએમ મોદી ભરતપુર અને નાકોડમાં કરશે રેલી, જ્યારે મલ્લિકાર્જુન ખડગે ભરતપુર અને થેરથારમાં પ્રચારની કમાન સંભાળશે. બીજી તરફ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા જોધપુર અને જેસલમેરમાં રેલીઓ કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ફરી એકવાર રાજસ્થાનમાં તેમની 2 ચૂંટલીલક્ષી રેલી માટે રાજસ્થાનના રણમાં ઉતરશે. ભાજપ દ્વારા પ્રધાનમંત્રી મોદીની આ રેલીને વિજય સંકલ્પ રેલીનું નામ આપવામાં આવ્યું છે. પહેલા ભરતપુરમાં પ્રધાનમંત્રી મોદી ભાજપના ઉમેદવારો માટે પ્રચાર કરશે અને મતદાતાઓ પાસેથી મત આપવા અપીલ કરશે.
ભરતપુરમાં રેલી ગજવ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નાગોરના ખરનાલમાં વિર તેજાજી મંદિરમાં દર્શન અને પૂજા કરશે. તે ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી આજના દિવસની બીજી અને છેલ્લી વિજય સંકલ્પ સભાને ગજવશે.
પ્રધાનમંત્રી મોદી બાદ ખુદ ભાજપ અધ્યક્ષ જે.પી નડ્ડા આજે રાજસ્થાનના જોધપુર અને જૈસલમેરમાં ચૂંટણી સંભાને સંબોધિત કરશે. આ સિવાય ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ જોધપુરમાં ચૂંટણી સભામાં ભાગ લેશે.
આ તરફ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લીકાઅર્જુન ખડગે પણ ભરતપુરમાં જ રેલી કરશે જ્યાં પ્રધાનમંત્રી મોદીની પહેલી વિજય સંકલ્પ રેલી છે. તો બીજી તરફ મુખ્યમંત્રી અશોક ગહેલોત નાની સભાઓ અને રોડ-શોમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. આ સાથે જ રાજસ્થાનમાં BSP અધ્યક્ષ માયાવતીની પણ અલગ અલગ 2થી 3 ચૂંટણી સભા છે.
