Skip to main content
Settings Settings for Dark

તેલંગાણા વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપ આજે હૈદરાબાદમાં પોતાનો સંકલ્પ પત્ર કરશે જાહેર

Live TV

X
  • તેલંગાણામાં જ્યાં 30 નવેમ્બરના રોજ વિધાનસભા ચૂંટણીને લઈને મતદાન થવાનું છે. તેલંગાણા વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપ આજે હૈદરાબાદમાં પોતાનો સંકલ્પ પત્ર જાહેર કરશે.

    આ સંકલ્પ પત્રને લઈ કહેવામાં આવી રહ્યું છે કે, ખુદ ગૃહમંત્રી અમિત શાહ સંકલ્પ પત્રને લોંચ કરશે. સંકલ્પ પત્ર સિવાય અમિત શાહ ગઢવાલ, નલગોંડા સહિત કુલ 3 ચૂંટણી સભાઓ ગજવશે.

    આ પહેલા કોંગ્રેસ પાર્ટીએ પોતાનો ઘોષણા પત્ર જાહેર કર્યો હતો, જેમાં તેલંગાણા માટે 6 ગેરંટી અને અલગ-અલગ ઘોષણા જાહેર કરવામાં આવી છે. કોંગ્રેસના ઘોષણા પત્રમાં  4000 રૂપિયા વૃદ્ધા અવસ્થા પેંશન અને 500 રૂપિયામાં રસોઈ ગેસ સામેલ છે.

    બીજી તરફ તેલંગાણાના હાલના મુખ્યમંત્રી KCR સતત પોતાના ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. તો AIMIMના મુખ્ય નેતા અસદ્દુદ્દીન ઓવૈસી પણ સતત ચૂંટણી સભામાં ભાજપ અને કોંગ્રેસ પર પ્રહાર કરી રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-06-2026 Max Temp : °C Min Temp : °C
apply