મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં આગામી 24 કલાકમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી
Live TV
-
દેશમાં એક સાથે ચાર વેધર સિસ્ટમ સક્રિય થવાને કારણે હવામાનમાં મોટો પલટો આવ્યો છે. હવામાન વિભાગે મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં આગામી 24 કલાકમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. ઘણાં જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે.
રાજધાની દિલ્હીમાં હળવા વરસાદની સંભાવના છે જેથી 28 નવેમ્બર સુધીમાં દિલ્હીના તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. દેશના ઉત્તર ભાગમાં દરિયાની સપાટીથી 5.8 કિમીની ઊંચાઈએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. આ ઉપરાંત ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર, સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે પણ સાયક્લોનિક સર્ક્યુલેશન યથાવત છે. જેથી આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થઈ શકે છે.
