Skip to main content
Settings Settings for Dark

મનમોહન સિંહ પંચમહાભૂતમાં વિલિન: દીકરીએ મુખાગ્નિ આપ્યો

Live TV

X
  • દેશના પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. દિલ્હીના નિગમ બોધ ઘાટમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સહીત ભુટાન નરેશ જિગ્મે ખેસર નામગ્યાલ વાંગ્ચુકે પણ પુષ્પાંજલિ અર્પી હતી. સાથે જ કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી સહીત દીગ્ગજોએ પૂર્વ પ્રધાનમંત્રીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યાર બાદ શીખ સમાજના રીતી-રીવાજ મુજબ તેમને અંતિમ વિદાય આપવામાં આવી હતી.

    તમને જણાવી દઈએ કે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ (92) એ ગુરુવારે દિલ્હીની એઈમ્સમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ છેલ્લા કેટલાક સમયથી અસ્વસ્થ હતા. એ જ વર્ષે તેમણે સંસદીય રાજકારણને પણ અલવિદા કહી દીધું. લાંબા સમય સુધી રાજ્યસભાના સાંસદ રહેલા ડૉ. મનમોહન સિંહનો કાર્યકાળ 3 એપ્રિલ 2024ના રોજ સમાપ્ત થયો. આ પછી તેમણે આ યાત્રા ચાલુ ન રાખવાનો નિર્ણય કર્યો અને સંસદીય રાજકારણને હંમેશ માટે અલવિદા કહી દીધું. બે વખત દેશના પ્રધાનમંત્રી રહી ચૂકેલા મનમોહન સિંહ માટે સાંસદ તરીકેની આ છેલ્લી ઇનિંગ હતી.

    ભૂતપૂર્વ પ્રધાનમંત્રી દેશના પસંદગીના નેતાઓમાંના એક હતા જે લાંબા સમય સુધી રાજ્યસભાના સાંસદ હતા. તેઓ લગભગ 33 વર્ષ સુધી રાજ્યસભાના સાંસદ હતા. તેમણે ભારતીય અર્થતંત્રમાં નવા નાણાકીય અને વહીવટી સુધારાઓ રજૂ કર્યા. વર્ષ 1991માં તેઓ પ્રથમ વખત રાજ્યસભાના સભ્ય બન્યા હતા. તે જ વર્ષે, તેઓ 1991થી 1996 સુધી તત્કાલીન નરસિમ્હા રાવ સરકારમાં નાણા પ્રધાન અને 2004થી 2014 સુધી પ્રધાનમંત્રી હતા. તેમના નિધનથી દેશમાં પરિવર્તનશીલ નેતૃત્વના યુગનો અંત આવ્યો છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply