મની લૉન્ડરિંગ કેસમાં એનસીપીના નેતા પ્રફુલ્લ પટેલ ઇડી સમક્ષ થયાં હાજર
Live TV
-
ઇડીએ પૂછપરછ માટે સમન્સ આપ્યાં બાદ પ્રફુલ્લ પટેલ થયા હાજર, ઇડી કરી રહી છે પ્રફુલ્લ પટેલની પૂછપરછ
NCP ના નેતા અને પૂર્વ કેન્દ્રીયમંત્રી પ્રફુલ પટેલ આજે એન્ફોર્સમેન્ટ ડિરકેટોરેટ સમક્ષ હાજર થયા હતા. પ્રફુલ પટેલને સી. જે. હાઉસની સંપત્તિ સંબંધમાં પૂછપરછ કરવામાં આવી રહી છે. ઈડીનો દાવો છે કે, આ સંપત્તિ દાઉદ ઇબ્રાહીમના નજીકના સહયોગી ઇકબાલ મિર્ચીની છે. પ્રફુલ પટેલ પાસે સી. જે. હાઉસમાં બે ફ્લેટ છે, અને તપાસ એજન્સી પાસે એવી જાણકારી છે કે, 2007 માં ઇકબાલ મિર્ચી અને પ્રફુલ પટેલ વચ્ચે સી. જે. હાઉસ મિલકતના સંબંધમાં ડીલની વાત બહાર આવી છે. મની લોન્ડરિંગની આ પૂછપરછ બાદ પ્રફુલ પટેલની ધરપકડ થાય છે કે, કેમ તે જોવાનું રહે છે.
