ફિલિપાઈન્સના પ્રવાસે રાષ્ટ્રપતિ કોવિંદ, વ્યાપાર સંમેલનમાં રહેશે હાજર
Live TV
-
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ફિલીપાઈન્સના પ્રવાસે છે. રાષ્ટ્રપતિ કોવિંદ આજે રાજધાની મનિલામાં ભારત વ્યાપાર સંમેલનમાં સામેલ થશે. આ પહેલા કાલે તેઓ ફિલીપીન્સના રાષ્ટ્રપતિ રોડ્રિગો દુર્તેતે સાથે મુલાકાત કરી હતી. બંને દેશો વચ્ચે મહત્વના મુદ્દે ચાર સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
જેમાં સમુદ્રી અધિકાર, સુરક્ષા, પર્યટન અને વિજ્ઞાન અને ટેકનોલોજી તથા સંસ્કૃતિ સામેલ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું હતું કે, બંને દેશો વચ્ચે રાજનૈતિક રક્ષા અને સુરક્ષા આતંકવાદના વિરોધી, વેપાર અને રોકાણ તેમજ આરોગ્ય બાબતે મજબૂત સહયોગ છે.
