Skip to main content
Settings Settings for Dark

મહંત સ્વામી મહારાજ BAPS હિન્દુ મંદિરના ઉદ્ઘાટન પહેલા અબુ ધાબી પહોંચ્યા

Live TV

X
  • મહંત સ્વામી મહારાજ UAEના પ્રથમ હિંદુ મંદિરનું ઉદ્ધાટન કરશે

    આધ્યાત્મિક ગુરુ મહંત સ્વામી મહારાજ સોમવારે BAPS હિન્દુ મંદિરના ઉદ્ઘાટન પહેલા અબુ ધાબી પહોંચ્યા છે. મહંત સ્વામી મહારાજ 14 ફેબ્રુઆરીના રોજ અબુ ધાબીમાં UAEના પ્રથમ હિન્દુ મંદિરના ઐતિહાસિક ઉદ્ઘાટનની અધ્યક્ષતા માટે રાજ્યના અતિથિ તરીકે અબુધાબી પહોંચ્યા છે.અરબી શૈલીમાં તેમનું અહી સ્વાગત કરવામાં આવ્યું હતું.

    મહંત સ્વામી મહારાજનું UAE એરપોર્ટ પર UAEના સહિષ્ણુતા મંત્રી શેખ નાહયાન મબારક અલ નાહ્યા દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. UAEમાં બનેલા BAPSનું મંદિર 27 એકર જમીન પર બનેલું છે.

    સંયુક્ત આરબ અમીરાતની રાજધાની અબુધાબીમાં પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિરનું ઉદ્ધાટન કરાશે. BAPS સંસ્થાનું મંદિર UAEનું સૌથી મોટું મંદિર હશે. આ મંદિરનું ઉદ્ઘાટન 14મી ફેબ્રુઆરીએ થવા જઈ રહ્યું છે, જેમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાના વર્તમાન આધ્યાત્મિક ગુરુ, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે. આ મંદિર 18 ફેબ્રુઆરીથી સામાન્ય લોકો માટે ખોલવામાં આવશે.

    આ મંદિરની ઊંચાઈ 108 ફૂટ છે, જેમાં 40 હજાર ક્યુબિક મીટર માર્બલ અને 180 હજાર ઘન મીટર સેન્ડસ્ટોનનો 18 લાખ ઈંટોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ મંદિર બનાવવા માટે વૈદિક સ્થાપત્યનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મંદિરમાં પ્રવેશતા જ સૌ પ્રથમ ધ્યાન આકર્ષિત કરે છે તે સાત અમીરાતની રેતીમાંથી બનાવેલ પ્રભાવશાળી ટેકરાની રચના છે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
apply