મહારાષ્ટ્રમાં ખાતાઓની વહેચણી,ફડનવીસે ગૃહ રાખ્યુ, શીંદેને શહેરી વિકાસ,પવારને નાણાં
Live TV
-
મહારાષ્ટ્રમાં ફડણવીસ સરકારે મંત્રીઓને વિભાગો ફાળવ્યા છે. રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને શનિવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની ભલામણ મુજબ મંત્રીઓને પોર્ટફોલિયોની ફાળવણીને મંજૂરી આપી હતી. અઠવાડિયા સુધી ચાલેલા શિયાળુ સત્રના સમાપન બાદ આ યાદી બહાર પાડવામાં આવી છે.
મહારાષ્ટ્રમાં ફડણવીસ સરકારે મંત્રીઓને વિભાગો ફાળવ્યા છે. રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને શનિવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની ભલામણ મુજબ મંત્રીઓને પોર્ટફોલિયોની ફાળવણીને મંજૂરી આપી હતી. અઠવાડિયા સુધી ચાલેલા શિયાળુ સત્રના સમાપન બાદ આ યાદી બહાર પાડવામાં આવી છે.મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગૃહ, ઉર્જા અને કાયદા વિભાગ પોતાની પાસે રાખ્યા છે. અજિત પવારને નાણા વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે, એકનાથ શિંદેને શહેરી વિકાસ અને જાહેર બાંધકામ વિભાગ સોંપવામાં આવ્યું છે.
ચંદ્રશેખર બાવનકુલેને મહેસૂલ, ઉદય સામંતને ઉદ્યોગ, ચંદ્રકાંત પાટીલને ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, ગણેશ નાઈકને વન, પંકજા મુંડેને પર્યાવરણ, હસન મુશ્રીફને તબીબી શિક્ષણ, ગુલાબરાવ પાટીલને પાણી પુરવઠો, રાધા કૃષ્ણ વિખે પાટીલને જળ સંસાધન,
દાદા ભુસેને શાળાનું શિક્ષણ,અશોલ વિખેને આદિજાતિ વિકાસ, પ્રતાપ સરનાઈકને પરિવહન, ધનંજય મુંડેને ખાદ્ય પુરવઠાની, અતુલ સેવને ઓબીસી વિકાસની, સંજય શિરસાટને સામાજિક ન્યાયની અને ભરત ગોગવાલેને રોજગાર વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે.તમને જણાવી દઈએ કે 15 ડિસેમ્બરે મહાયુતિના 39 મંત્રીઓએ શપથ લીધા હતા. તેમાં ભાજપના 19, શિવસેના શિંદે જૂથના 11 અને NCP અજિત પવાર જૂથના 9 મંત્રીઓનો સમાવેશ થાય છે.નોંધનીય છે કે ભાજપ, એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના મહાગઠબંધનને રાજ્યની 288 વિધાનસભા બેઠકોમાંથી 236 બેઠકો પર જીત મળી હતી. જ્યારે કોંગ્રેસના મહા વિકાસ અઘાડી (MVA) ગઠબંધન, શિવસેનાના ઉદ્ધવ જૂથ અને NCPના શરદ પવાર જૂથને માત્ર 49 બેઠકો મળી હતી.
