મહારાષ્ટ્રમાં 288 બેઠકો કુલ 56.02 ટકા મતદાન નોંધાયું
Live TV
-
24મીએ મતગણતરી, સર્વેક્ષણમાં કોંગ્રેસને નુકસાનનું અનુમાન
મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી બાદ આવેલા વિવિધ સર્વેક્ષણોમાં આ બંને રાજ્યોમાં ભાજપ પ્રચંડ જીત હાંસલ કરતી નજરે પડી રહી છે., અને મુખ્ય વિપક્ષી દળ કોંગ્રેસને મોટા નુકસાનનો સામનો કરવો પડશે. જો ખરેખર પરિણામોમાં આ જ પ્રકારની સ્થિતિ જોવા મળશે તો કેટલાંક મહિના પહેલાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત હાંસલ કરેલી ભાજપના કદમાં ઉત્તરોત્તર વધારો થશે. તો બીજી તરફ લોકસભાની ચૂંટણીમાં કારમી હારનો સામનો કરી રહેલી અને ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલી કોંગ્રેસની હાર થશે તો ફરી એકવાર તેને મોટો ઝટકો લાગશે. સર્વેક્ષણોના પૂર્વ અનુમાનો પર ભાજપે ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે, બંને રાજ્યોમાં ભારે બહુમત મળશે. તો કોંગ્રેસે આશા વ્યક્ત કરી છે કે, વાસ્ત્વિક પરિણામો સર્વેક્ષણો કરતાં વધુ સારા હશે.મહત્વપૂર્ણ છે કે, મહારાષ્ટ્ર વિધાનસભા માટે 288 બેઠકો માટે યોજાયું મતદાન. વિધાનસભા ચૂંટણી માટે રાજ્યભરમાં 96 હજાર 661 મતદાન કેન્દ્ર પર કુલ 56.02 ટકા મતદાન નોંધાયું. મહારાષ્ટ્ર્ ચૂંટણીમાં પ્રથમ વખત વીવીપેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ચૂંટણી પંચે રાજ્યમાં 352 ખાસ સખી પોલિંગ બૂથ સ્થાપિત કર્યા હતા. જેમની વ્યવસ્થા મહિલાઓ દ્વારા કરવામાં આવી હતી
