Skip to main content
Settings Settings for Dark

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019 : 288 બેઠક માટેથઇ છે મતદાન, બોલિવૂડ અને કલા જગતના અનેક લોકોએ કર્યું મતદાન

Live TV

X
  • મહારાષ્ટ્ર વિધાનસભા માટે આજે 288 બેઠકો માટે મતદાન ચાલુ છે. વિધાનસભા ચૂંટણી માટે રાજ્યભરમાં 96 હજાર 661 મતદાન કેન્દ્ર ઊભા કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર્ ચૂંટણીમાં પ્રથમ વખત વીવીપેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.મતદાન માટે રાજ્યની ચૂંટણી વ્યવસ્થા પુરી રીતે સજાગ છે. મહારાષ્ટ્રમાં 6 કરોડ 90 લાખથી વધારે મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. ચૂંટણી પંચે રાજ્યમાં 352 ખાસ સખી પોલિંગ બૂથ સ્થાપિત કર્યા છે. જેમની વ્યવસ્થા મહિલાઓ દ્વારા કરવામાં આવી રહી છે. રાજ્યમાં કેન્દ્રીય પોલીસ બળના ત્રણ લાખથી વધારે સુરક્ષાકર્મી રાજ્યમાં સુરક્ષાવ્યવસ્થા જાળવી રાખવા માટે તૈનાત કરવામાં આવ્યા છે. વિધાનસભાની ચૂંટણી સાથે સતારા લોકસભા બેઠક પર પણ મતદાન ચાલી રહ્યું છે. 24 ઓક્ટોબરે મતગણતરી થશે. તો મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ ,પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.આજે સવારે કેન્દ્રીય મંત્રી નીતીન ગડકરી ,પ્રકાશ પ્રકાશ જાવડેકર, NCP સાંસદ સુપ્રીયા સુલે, RSSના સરસંઘચાલક મોહન ભાગવત, અભિનેતા આમીર ખાન, ગોવિંદા, પૂર્વ ક્રિકેટર સચીન તેંડુલકર સહિત, અનેક સેલિબ્રિટીઝે મતદાન કર્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply