માફિયા અતિક અહેમદના પુત્ર અસદનું કરવામાં આવ્યું એન્કાઉન્ટર
Live TV
-
ઉમેશ પાલ હત્યાકાંડનાં આરોપી અને અતીક એહમદનાં પૂત્ર અસદ એહમદ અને શુટર ગુલામને ઉત્તરપ્રદેશનાં ઝાંસીમાં ઠાર મરાયા છે. ઉમેશ પાલ હત્યાકાંડ વખતથી જ અસદ અને ગુલામ ફરાર હતા. વારંવાર ઉત્તરપ્રદેશ પોલીસને બંને આરોપી ચકમો આપી રહ્યા હતા. અંતે ઝાંસીમાં બંને આરોપીનું આજે એન્કાઉન્ટર કરાયુ હતુ. પોલીસ દ્વારા બંને આરોપીને આત્મ સમર્પણ કરવા અપીલ કરાઈ હતી. પરંતુ બંને એ પોલીસ પર ફાયરિંગ કર્યુ હતુ. જેમાં જવાબી કાર્યવાહીમાં એસ.ટી.એફ ની ટીમે બંને આરોપીને ઠાર માર્યા હતા. સમગ્ર કાર્યવાહી માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉત્તરપ્રદેશ પોલીસ એસ.ટી.એફની ટીમ સહિત અન્ય તપાસમાં સામેલ પોલીસ બેડાની પ્રસંશા કરી હતી અને અભિનંદન આપ્યા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યુ કે પ્રદેશમાં અપરાધની ઘટનાઓ સામે સરકાર જીરો ટોલરન્સની નીતિ અપનાવી રહી છે.
