Skip to main content
Settings Settings for Dark

મિશન 2026: બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબિને એક્શન મોડમાં

Live TV

X
  • બીજેપીની મોટી જાહેરાત: કેરળમાં વિનોદ તાવડે અને તેલંગાણામાં આશિષ સેલારને સોંપાઈ ચૂંટણીની જવાબદારી

    ભારતીય જનતા પાર્ટીએ આગામી સમયમાં યોજાનારી વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે અત્યારથી જ કમર કસી લીધી છે. બીજેપીના નવનિયુક્ત રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબિને પદભાર સંભાળતાની સાથે જ સંગઠનમાં મોટા ફેરફારો કરીને દિગ્ગજ નેતાઓને મહત્વની જવાબદારીઓ સોંપી છે.

    દક્ષિણ ભારતમાં પગપેસારો કરવા માટે બીજેપીએ કેરળ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. રાષ્ટ્રીય સચિવ વિનોદ તાવડેને કેરળ વિધાનસભા ચૂંટણી માટે મુખ્ય પ્રભારી બનાવવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી શોભા કરાનડલાજેને સહ-પ્રભારી તરીકેની જવાબદારી સોંપાઈ છે.

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પર નજર

    માત્ર વિધાનસભા જ નહીં, પરંતુ મહાનગરપાલિકાઓ પર કબજો મેળવવા માટે પણ વ્યૂહરચના ઘડવામાં આવી છે. તેલંગાણા નગરપાલિકાની ચૂંટણીઓ માટે મહારાષ્ટ્રના કદાવર નેતા આશિષ સેલારને ચૂંટણી પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. બેંગલુરુ મહાનગર પાલિકા (BBMP)ની ચૂંટણી માટે પણ વિશેષ ટીમ તૈયાર કરવામાં આવી છે. ચંદીગઢ મેયરની ચૂંટણી માટે પણ નવા પ્રભારી અને સહ-પ્રભારીઓની જાહેરાત કરવામાં આવી છે.

    નવા અધ્યક્ષની રણનીતિ

    નીતિન નબિને અધ્યક્ષ બન્યા બાદ તરત જ આ નિમણૂકો કરીને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે પાર્ટી હવે 'ઇલેક્શન મોડ'માં આવી ગઈ છે. અનુભવી નેતાઓને જવાબદારી સોંપીને બીજેપી દક્ષિણ અને ઉત્તર ભારતના રાજ્યોમાં સંગઠન વધુ મજબૂત કરવા માંગે છે. આ નિમણૂકોથી આગામી ચૂંટણીઓમાં પાર્ટીના પ્રચાર અને વ્યૂહરચનાને નવી ગતિ મળશે તેવું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
apply