Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 7થી 9 નવેમ્બર સુધી મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી પ્રચારમાં જશે

Live TV

X
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંગળવાર 7મી નવેમ્બર થી ત્રણ દિવસ માટે મધ્ય પ્રદેશમાં ચૂંટણી પ્રચાર માટે જશે.

    મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ ત્રણ દિવસ દરમિયાન સમગ્રતયા 7 જેટલી જનસભાઓને સંબોધન કરવાના છે.

    મધ્યપ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા મુખ્યમંત્રીના નિર્ધારિત કરાયેલા પ્રચાર કાર્યક્રમ અનુસાર ભૂપેન્દ્ર પટેલ 7 નવેમ્બરે રતલામ જિલ્લાના ધામનોદ, મંદસૌર જિલ્લાના નારાયણ ગઢ અને નિમચ જિલ્લાના બરલઇમાં જાહેર સભાઓ સંબોધશે.

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ચૂંટણી પ્રચારના બીજા દિવસ 8મી નવેમ્બરે જાબુઆ જિલ્લાના રાયપૂરીયા તેમજ શાજાપૂર જિલ્લાના ચોસલા કુલમીની જનસભાઓનો સંબોધન કરશે.

    ભૂપેન્દ્ર પટેલ મધ્યપ્રદેશમાં ચુનાવ પ્રચારના ત્રીજા દિવસ 9 નવેમ્બરે રતલામ જિલ્લાના સૈલાના અને જાબુઆ જિલ્લાના નારેલામાં ભાજપાના ઉમેદવારોના સમર્થનમાં જનસભાઓ સંબોધન કરીને સાંજે ગાંધીનગર પરત આવશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply