Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મેરઠમાં કાવડીઓ પર પુષ્પવર્ષા કરી

Live TV

X
  • ઉત્તરાખંડમાં શ્રાવણ મહિનામાં હરિદ્વારમાં યોજાતો કાવડ મેળો તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે.. અત્યાર સુધીમાં, હરિદ્વારથી ગંગાજળ લઈને 2.5 કરોડથી વધુ કાવડીઓ પોતપોતાના સ્થળોએ જવા રવાના થઈ ગયા છે. આ દરમિયાન, મોટી સંખ્યામાં ડાક કાવડીઓ ડીજેથી સજ્જ વાહનો સાથે હરિદ્વાર પહોંચી રહ્યા છે..

    ઉત્તર પ્રદેશના મિખ્યમંત્રી યોગી આદિત્યનાથે મેરઠમાં કાવડ યાત્રાળુઓ પર પુષ્પવર્ષા કરી તે પહેલા સીએમ યોગીએ ચૌધરી કરણસિંહ કાવડ માર્ગ અને મેરઠ મુઝફ્ફરનગર રસ્તાનું હવાઈ નિરિક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે કાવડ યાત્રાને બદનામ કરનારાઓનો પર્દાફાશ કરો. 

    ઉપદ્રવીના વેશમાં છુપાયેલા છે તેમને ખુલ્લા પાડો- સીએમ યોગી 

    સીએમ યોગીએ જણાવ્યું હતું કે હરિદ્વારથી પાવન ગંગા જળ લાવનારા તમામ શિવ ભક્તોનું હું સ્વાગત કરું છું. સરકાર અને જુદા-જુદા સામાજીક સંગઠનોએ પણ તેના માટે વ્યવસ્થા કરી છે. યોગીએ જણાવ્યું હતું કે કોઈ પણ શ્રદ્ધાળુને કષ્ટ ન પહોંચે, અસુરક્ષાનો કોઈ મુદ્દો ન બને અને વાહનોના અવરજવરની કોઈ સમસ્યાનો કોઈ સામનો ન કરવો પડે, તેના માટે મહત્વની વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે ધાર્મિક સંગઠનો દ્વારા અનેક જગ્યાએ પંડાલ લગાવીને તેમના સ્વાગતની વ્યવસ્થા કરવામાં આની છે. આ તેમની શ્રદ્ધાને સન્માન આપવાનો એક પ્રયાસ છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply