Skip to main content
Settings Settings for Dark

'મેરી માટી મેરા દેશ' અભિયાનની અમૃત કળશ યાત્રાના સમાપન સાથે 'આઝાદી કા અમૃત મહોત્સવ'નું સમાપન

Live TV

X
  • દિલ્હીના કર્તવ્યપથ પર અમૃત કળશ યાત્રાના સમાપન કાર્યક્રમ યોજાયો. આ સાથે જ "આઝાદી કા અમૃત મહોત્સવનું" સમાપન થયું. આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો હતો. પ્રધાનમંત્રીએ 15મી ઓગસ્ટે લાલ કિલ્લાની પ્રાચીર પરથી 'મેરી માટી-મેરા દેશ'અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. 'મેરી માટી-મેરા દેશ'અભિયાન અંતર્ગત સમગ્ર દેશના વિવિધ સ્થળોએથી અમૃત કળશમાં માટી એકત્ર કરવામાં આવી હતી. દેશના ખૂણે-ખૂણેથી 8 હજાર 500 કળશમાં માટી કર્તવ્ય પથ પર પહોંચી હતી આ માટીની મદદથી અમૃત વાટિકાનું નિર્માણ થશે. મેરી માટી-મેરા દેશ અભિયાનને મોટી સફળતા મળી છે. જેમાં 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં બે લાખ ત્રીસ હજારથી વધુ પથ્થરના સ્લેબ બનાવવામાં આવ્યા છે. આ અભિયાનના સમર્થનમાં, સોશિયલ મીડિયા પર પંચ-પ્રાણ દર્શાવતી અંદાજે 4 કરોડ સેલ્ફી અપલોડ કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત દેશભરમાં બે લાખ નાયકોને સન્માનિત કરવાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. મેરી માટી-મેરા દેશના સમાપન સમારોહમાં ભાગ લેવા માટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓ રાષ્ટ્રીય રાજધાની દિલ્હી પહોંચ્યા હતા.બહાદુર પુરુષો અને સ્ત્રીઓને શ્રદ્ધાંજલિ છે જેમણે દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું તેના માટે મેરી માટી-મેરા દેશ અભિયાન ચલાવાયું હતું

    આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે 'મેરા યુવા ભારત- પ્લેટફોર્મ' લોન્ચ કર્યું હતું. અને અમૃત મહોત્સવ સ્મારકનો શિલાન્યાસ કર્યો હતું. કાર્યક્રમ સ્થળે આયોજીત પ્રદર્શનનું પ્રધાનમંત્રીએ નિરીક્ષણ કર્યું હતું. ટોચનું પ્રદર્શન કરતા 3 રાજ્યો ગુજરાત, હરિયાણા અને રાજસ્થાન તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરને આઝાદી કા અમૃત મહોત્સવ એવોર્ડ અર્પણ કરાયો હતો. ટોચનું પ્રદર્શન કરતા મંત્રાલયોને આઝાદી કા અમૃત મહોત્સવ પુરસ્કાર એનાયત કરાયો હતો જેમાં પ્રથમ ક્રમે વિદેશ મંત્રાલય બીજા ક્રમે સંરક્ષણ મંત્રાલય, રેલવે મંત્રાલય અને શિક્ષણ મંત્રાલય સંયુક્તપણે ત્રીજા સ્થાન માટે એવોર્ડ અપાયો હતો.

    પ્રધાનમંત્રીએ સમારંભને સંબોધતાં જણાવ્યું હતું,, કે આજે માય ભારત સંગઠનનો પાયો નખાયો છે. રાષ્ટ્ર નિર્માણમાં 'મેરા યુવા ભારત સંગઠન' મોટી ભૂમિકા નિભાવશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કર્તવ્ય પથ સરદાર સાહેબની જન્મજયંતીનાં પ્રસંગે મહાયજ્ઞનો સાક્ષી બની રહ્યો છે. આઝાદી કા અમૃત મહોત્સવની શરૂઆત મહાત્મા ગાંધીની દાંડી યાત્રાથી પ્રેરિત થઈને 12મી માર્ચ, 2021ને યાદ કરીને પ્રધાનમંત્રીએ 31 ઓક્ટોબર, 2023ના રોજ સરદાર પટેલની જન્મજયંતીએ આઝાદી કા અમૃત મહોત્સવનું સમાપન કર્યું હતું.

    પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું કે 'મેરી માટી મેરા દેશ અભિયાન'એ વાતનું જીવંત ઉદાહરણ છે કે કેવી રીતે ભારતના યુવાનો દરેક લક્ષ્યને સંગઠિત કરી શકે છે અને હાંસલ કરી શકે છે. ભારતની ધરતી આત્મા માટે આધ્યાત્મિકતા પ્રત્યે લગાવ પેદા કરે છે. સાથે જ પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ઘણી મહાન સંસ્કૃતિઓ નાશ પામી છે, પરંતુ ભારતની ભૂમિમાં એક ચેતના છે, જેણે આ રાષ્ટ્રને પ્રાચીન કાળથી આજ દિન સુધી બચાવ્યું છે.  પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, "દાંડી કૂચએ આઝાદીની જ્યોત પ્રજ્વલિત કરી હતી, ત્યારે અમૃત કાળ ભારતની વિકાસ યાત્રાની 75 વર્ષ જૂની સફરનો સંકલ્પ બની રહી છે તેમણે  આઝાદી કા અમૃત મહોત્સવની 2 વર્ષ સુધી ચાલનારી ઉજવણી 'મેરી માટી મેરા દેશ' અભિયાન સાથે સંપન્ન થઈ રહી છે. અમૃત વાટિકા ભવિષ્યની પેઢીઓને આજની ઐતિહાસિક સંસ્થાની યાદ અપાવશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply