જળ સંચય અને વ્યવસ્થાપન ક્ષેત્રે અનુકરણીય કાર્ય કરનારને જળ શક્તિ એવોર્ડ મળશે
Live TV
-
જળ શક્તિ મંત્રાલયે રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ પર 5માં રાષ્ટ્રીય જળ પુરસ્કાર, 2023ની શરૂઆત કરી છે. આ પુરસ્કારો માટેની તમામ અરજીઓ લિંક પર ઓનલાઇન રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ https://awards.gov.in/Home/Awardpedia દ્વારા પ્રાપ્ત કરવામાં આવશે. સામાન્ય લોકો આ પોર્ટલ અથવા આ વિભાગની વેબસાઇટ(www.jalshakti-dowr.gov.in)નો સંદર્ભ વધુ વિગતો માટે લઈ શકે છે. અરજી જમા કરાવવાની છેલ્લી તારીખ 15 ડિસેમ્બર, 2023 છે.
આ પુરસ્કારો માટે યોગ્યતા
કોઈપણ રાજ્ય, જિલ્લા, ગ્રામ પંચાયત, શહેરી સ્થાનિક સંસ્થા, શાળા/કોલેજ, સંસ્થા (શાળા/કોલેજ સિવાય), ઉદ્યોગ, સિવિલ સોસાયટી, વોટર યુઝર એસોસિએશન અથવા જળ સંચય અને વ્યવસ્થાપન ક્ષેત્રે અનુકરણીય કાર્ય કરનાર વ્યક્તિ અરજીપાત્ર છે.
ટ્રોફી અને પ્રશસ્તિપત્ર
કેટેગરી - 'બેસ્ટ સ્ટેટ' અને 'બેસ્ટ ડિસ્ટ્રિક્ટ' માટે વિજેતાઓને ટ્રોફી અને પ્રશસ્તિપત્રથી સન્માનિત કરવામાં આવશે. બાકીની કેટેગરીમાં 'બેસ્ટ વિલેજ પંચાયત', 'બેસ્ટ અર્બન લોકલ બોડી', 'બેસ્ટ સ્કૂલ/કોલેજ', 'બેસ્ટ ઇન્સ્ટિટ્યૂશન (સ્કૂલ/કોલેજ સિવાય)', 'બેસ્ટ ઇન્ડસ્ટ્રી', 'બેસ્ટ સિવિલ સોસાયટી', 'બેસ્ટ વોટર યુઝર એસોસિયેશન', 'બેસ્ટ ઇન્ડસ્ટ્રી' અને 'બેસ્ટ ઇન્ડિવિડ્યુઅલ ફોર એક્સલન્સ' વિજેતાઓને ટ્રોફી અને પ્રશસ્તિપત્ર સાથે રોકડ ઇનામથી સન્માનિત કરવામાં આવશે. પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાઓ માટે રોકડ પુરસ્કાર અનુક્રમે રૂ.2 લાખ, રૂ.1.5 લાખ અને રૂ.1 લાખ છે.
પસંદગી પ્રક્રિયા
રાષ્ટ્રીય જળ પુરસ્કારો માટે પ્રાપ્ત થયેલી તમામ અરજીઓની DOWR, RD અને GRની સ્ક્રિનિંગ કમિટી દ્વારા ચકાસણી કરવામાં આવે છે. શોર્ટલિસ્ટ કરેલી અરજીઓ નિવૃત્ત સચિવ કક્ષાના અધિકારીની અધ્યક્ષતાવાળી જૂરી સમિતિ સમક્ષ મૂકવામાં આવે છે. ત્યારબાદ ડીઓડબલ્યુઆર, આરડી એન્ડ જીઆર એટલે કે સેન્ટ્રલ વોટર કમિશન (CWC) અને સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ (CGWB)ની સંસ્થાઓ દ્વારા શોર્ટલિસ્ટ થયેલી અરજીઓનું ગ્રાઉન્ડ રાઇટિંગ હાથ ધરવામાં આવે છે. જૂરી સમિતિ ગ્રાઉન્ડ ટ્રુથિંગના અહેવાલોના આધારે અરજીઓનું મૂલ્યાંકન કરે છે અને વિજેતાઓની ભલામણ કરે છે. સમિતિની ભલામણોને મંજૂરી માટે કેન્દ્રીય મંત્રી જળ મંત્રીને સુપરત કરવામાં આવે છે. વિજેતાઓના નામની જાહેરાત યોગ્ય તારીખે કરવામાં આવે છે અને એવોર્ડ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવે છે.
રાષ્ટ્રીય જળ પુરસ્કારો (NWA)ની શરૂઆત સમગ્ર દેશમાં રાજ્યો, જિલ્લાઓ, વ્યક્તિઓ, સંસ્થાઓ વગેરે દ્વારા કરવામાં આવેલા અનુકરણીય કાર્ય અને પ્રયાસોને માન્યતા આપવા અને પ્રોત્સાહિત કરવા માટે કરવામાં આવી હતી, જેથી સરકારનું વિઝન 'જલ સમૃદ્ધિ ભારત' પૂર્ણ થઈ શકે. તેનો હેતુ લોકોને પાણીના મહત્વ વિશે સંવેદનશીલ બનાવવાનો છે અને તેમને પાણીના ઉપયોગની શ્રેષ્ઠ પદ્ધતિઓ અપનાવવા માટે પ્રોત્સાહિત કરે છે. વિવિધ કેટેગરીમાં એવોર્ડ વિજેતાઓને પ્રશસ્તિપત્ર, ટ્રોફી અને રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવશે. રાષ્ટ્રીય જળ પુરસ્કારોનો ઉદ્દેશ હિતધારકોને દેશમાં જળ સંસાધન વ્યવસ્થાપન માટે સર્વગ્રાહી અભિગમ અપનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે, કારણ કે જળ ચક્રમાં સપાટી પરનું પાણી અને ભૂગર્ભજળ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ ઉદ્દેશો પાર પાડવા માટે વર્ષ 2018માં પ્રથમ રાષ્ટ્રીય જળ પુરસ્કાર શરૂ કરવામાં આવ્યા હતા અને 25.02.2019નાં રોજ નવી દિલ્હીમાં વિતરણ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું તથા 14 કેટેગરી હેઠળનાં 82 વિજેતાઓને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યાં હતાં.
