મેરી મિટ્ટી મેરા દેશ અભિયાનનું દિલ્હીમાં થશે સમાપન, 30 અને 31મી ઓક્ટોબરે યોજાશે કાર્યક્રમ
Live TV
-
મેરી મિટ્ટી મેરા દેશ અભિયાન અંતર્ગત દેશના 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી અમૃત કળશ લઈને યાત્રીઓ દિલ્લી પહોંચી રહ્યા છે.
મેરી મિટ્ટી મેરા દેશ અભિયાન અંતર્ગત દેશના 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી અમૃત કળશ લઈને યાત્રીઓ દિલ્લી પહોંચી રહ્યા છે. 30 અને 31મી ઓક્ટોબરના રોજ કર્તવ્ય પથ ઉપર આયોજિત થનાર મેરી મિટ્ટી મેરા દેશના બે દિવસીય સમાપન કાર્યક્રમમાં 20,000થી વધુ અમૃત કળશ યાત્રીઓ સામેલ થવાની આશા છે.
આ કાર્યક્રમ મેરી મિટ્ટી મેરા દેશ અભિયાનના અમૃત કળશ યાત્રાના સમાપનનું પ્રતિક હશે. જેમાં 766 જિલ્લાના 7000 બ્લોક્સમાંથી અમૃત કળશ યાત્રી સામેલ થશે. આ કાર્યક્રમ આઝાદી કા અમૃત મહોત્સવના બે વર્ષના લાંબા અભિયાનના સમાપનનું પણ પ્રતિક હશે. આ કાર્યક્રમમાં સ્વાયત્ત નિકાય મેરા યુવા ભારત-મેરા ભારતનો પણ શુભારંભ કરવામાં આવશે.
31મી ઓક્ટોબરના રોજ સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમૃત કળશ યાત્રિઓ અને રાષ્ટ્રને સંબોધન કરવાની સાથે શહીદ વીરોને પણ યાદ કરશે, જેઓએ ભારતને સ્વતંત્ર કરવા અને સમૃદ્ધ બનાવવા માટે પોતાના પ્રાણોનું બલિદાન આપી દીધું.
