આંધ્રપ્રદેશના વિજિયાનગરમમાં 2 પેસેન્જર ટ્રેન વચ્ચે અકસ્માત, 9 લોકોનાં મોત 29 ઘાયલ
Live TV
-
આંધ્રપ્રદેશના વિજિયાનગરમ પાસે મુસાફરોને લઈ જતી એક પેસેન્જર ટ્રેન બીજી ટ્રેન સાથે અથડાઈ હતી.
આંધ્રપ્રદેશના વિજિયાનગરમ પાસે મુસાફરોને લઈ જતી એક પેસેન્જર ટ્રેન બીજી ટ્રેન સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં અત્યારસુધીમાં 9 લોકોના મૃત્યુ અને 29 લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી છે. અધિકારીઓના મુજબ સિગ્નલની રાહલ જોઈ રહેલી એક પેસેન્જર ટ્રેનને પાછળથી આવી રહેલી અન્ય પેસેન્જર ટ્રેને ટક્કર મારી દીધી. જેના કારણે 3 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. આ દરમિયાન વિશાખાપટ્ટનમ લોકોને માહિતી આપવા માટે હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યાં છે. તો પ્રધાનમંત્રીએ દુર્ઘના પર શોક વ્યક્ત કરી, રેલ દુર્ઘટનામાં પ્રત્યેક મૃતના પરિજનને પ્રધાનમંત્રી રાહત કોષમાંથી 2 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.. આ સાથે જ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત લોકોને 50-50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરાઈ છે.
