રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે આજે જાહેરનામું બહાર પાડવામાં આવશે
Live TV
-
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે આજે જાહેરનામું બહાર પાડવામાં આવશે. ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા પણ આજથી શરૂ થઈ જશે.
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે આજે જાહેરનામું બહાર પાડવામાં આવશે. ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા પણ આજથી શરૂ થઈ જશે. જે 6 નવેમ્બર સુધી ભરી શકાશે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પ્રવીણ ગુપ્તાએ જિલ્લા ચૂંટણી અધિકારીઓની સમીક્ષા બેઠકમાં કહ્યું કે, સ્લિપની ચકાસણી અને એફિડેવિટ અપલોડ કરવાની વ્યવસ્થા સમયસર થવી જોઈએ. ઉમેદવારી પત્રોની ચકાસણી 7 નવેમ્બરથી કરવામાં આવશે. ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 9 નવેમ્બર છે. સમગ્ર રાજ્યમાં એક જ તબક્કામાં 25 નવેમ્બરે મતદાન પ્રક્રિયા પૂર્ણ થશે.
મતગણતરી 3 ડિસેમ્બરે થશે. તો બીજી તરફ મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાનો આજે અંતિમ દિવસ છે. મધ્યપ્રદેશમાં 17 નવેમ્બરે મતદાન થશે અને પરિણામ 3 ડિસેમ્બરે જાહેર કરાશે. તો પાંચ રાજ્યોમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓનું પ્રચાર-પ્રસાર અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે.
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ મધ્યપ્રદેશ પ્રવાસના ત્રીજા દિવસે કેટલાય કાર્યક્રમોમાં ભાગ લેશે. તો છત્તીસગઢમાં કોંગ્રેસનાં રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી આજે બે ચૂંટણી સભાઓને સંબોધશે.
