કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મધ્યપ્રદેશમાં પ્રવાસના બીજા દિવસે વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો
Live TV
-
કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ આજે મધ્યપ્રદેશના ચૂંટણી પ્રવાસે છે. અમિત શાહે આજે પ્રવાસના બીજા દિવસે અનેક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.જેમાં ભોપાલ સ્થિત રાજાભોજની પ્રતિમા પર માલ્યાર્પણ કર્યુ હતુ. ત્યારબાદ ખજૂરાહોમાં સાગર સંભાગીય બેઠકની તેઓ અધ્યક્ષતા કરી હતી. તેમજ રીવા અને શહડોલની સંભાગીય બેઠકમાં પણ સામેલ થયા હતા.સાથે ઉજ્જૈનમાં જનસભાને સંબોધિત કરવાની સાથે ઉજ્જૈનની પણ સંભાગીય બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભાગ લીધો હતો.
જ્યારે છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી માટે ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા આજે છત્તીસગઢમાં અનેક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. જે.પી.નડ્ડા ડોંગરગઢ વિધાનસભામાં જનસભાને સંબોધિત કરી હતી. તેમજ ખૈરાગઢમાં રથયાત્રામાં સામેલ થશે. બીજી તરફ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ છત્તીસગઢમાં રાજનાંદગાંવ અને કવર્ધામાં જનસભાને સંબોધિત કરી હતી. તો આ પહેલા રાહુલ ગાંધીએ ગઈકાલે ભાનુપ્રતાપપુરમાં જનસભાને સંબોધિત કરી હતી.
