Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી મોદીએ 'મેરા યુવા ભારત' રાષ્ટ્ર વ્યાપી પ્લેટફોર્મ 31 ઓક્ટોબર સરદાર પટેલની જન્મજંયંતિના રોજ શરૂ કરવાની જાહેરાત કરી

Live TV

X
  • રાષ્ટ્રવ્યાપી પ્લેટફોર્મ 'મેરા યુવા ભારત' 31 ઓક્ટોબર, સરદાર પટેલની જન્મજયંતિના રોજ શરૂ કરવામાં આવશે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ  મન કી બાત કાર્યક્રમમાં દેશ-વિદેશના લોકો સાથે પોતાના વિચારો રજૂ કરતા સમયે રાષ્ટ્રવ્યાપી પ્લેટફોર્મની જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, રાષ્ટ્રવ્યાપી પ્લેટફોર્મ 'મેરા યુવા ભારત' 31 ઓક્ટોબર, સરદાર પટેલની જન્મજયંતિના રોજ શરૂ કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું હતું કે, અમૃત કલશ યાત્રાની આ મહિનાની 31મી તારીખે દિલ્હીના કર્તવ્ય પથમાં પહોંચશે.

    પ્રધાનમંત્રી મોદીએ આકાશવાણી પરના તેમના મન કી બાત કાર્યક્રમમાં રાષ્ટ્રને સંબોધતા કહ્યું કે, અમૃત કલશ યાત્રા હેઠળ દેશના ખૂણે-ખૂણેથી એકત્રિત કરવામાં આવેલી માટી હવે દિલ્હી પહોંચી રહી છે. તેમણે કહ્યું કે આ માટીને એક વિશાળ ભારત કલશમાં નાખવામાં આવશે અને દિલ્હીમાં ‘અમૃત વાટિકા’ બનાવવામાં આવશે. વડાપ્રધાને કહ્યું કે તે દેશની રાજધાનીના મધ્યમાં અમૃત મહોત્સવના ભવ્ય વારસા તરીકે રહેશે.

    દેશભરમાં છેલ્લા અઢી વર્ષથી ચાલી રહેલ આઝાદી કા અમૃત મહોત્સવ 31મી ઓક્ટોબરે પૂર્ણ થશે. આ દિવસે દેશ લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ તરીકે ઉજવાય છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, ભારતીયો દેશના 580થી વધુ રજવાડાઓને એકીકૃત કરવામાં તેમની અજોડ ભૂમિકાને યાદ કરે છે.

    દર વર્ષે 31મી ઑક્ટોબરના રોજ, ગુજરાતમાં સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે યુનિટી ડે સંબંધિત મુખ્ય સમારોહનું આયોજન કરવામાં આવે છે. પ્રધાનમંત્રી મોદીએ લોકોને આ દિવસે રન ફોર યુનિટી કાર્યક્રમોનું આયોજન કરવા અને મોટી સંખ્યામાં જોડાવા વિનંતી કરી.

    પ્રધાનમંત્રી  માહિતી આપી હતી કે, આ પ્રસંગે દેશવ્યાપી સંગઠન - મેરા યુવા ભારત -નો પાયો નાખવામાં આવી રહ્યો છે. સંગઠન યુવાનોને વિવિધ રાષ્ટ્ર નિર્માણ કાર્યક્રમોમાં સક્રિય ભૂમિકા ભજવવાની તક પૂરી પાડશે. પ્રધાનમંત્રી મોદીએ યુવાનોને MyBharat.gov.in પર નોંધણી કરવા અને વિવિધ કાર્યક્રમો માટે સાઇન અપ કરવા કહ્યું. વેબસાઈટ લોન્ચ થવાની છે.

    પ્રધાનમંત્રીએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી જેમની પુણ્યતિથિ 31મી ઑક્ટોબરે છે.

    પ્રધાનમંત્રી મોદીએ 'આત્મનિર્ભર ભારત' ના સ્વપ્નને સાકાર કરવા માટે આ તહેવારોની સિઝનમાં લોકલ ફોર લોકલ માટે જવા દેશવાસીઓને આહ્વાન કર્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply