યુનિ. દ્વારા અંતિમ વર્ષની પરીક્ષા લેવાના નિર્ણયને સુપ્રિમ કોર્ટે માન્ય રાખ્યો
Live TV
-
સુપ્રિમ કોર્ટે યુનિવર્સિટીઝની અંતિમ વર્ષની પરીક્ષા આગામી 30 સપ્ટેમ્બર સુધી લેવાના યુજીસીના 6 જુલાઈના સર્ક્યુલરને યથાવત રાખ્યો છે.
સુપ્રિમ કોર્ટે કોવિડ-19 મહામારી દરમિયાન યુનિવર્સિટીઝ અને કોલેજોને અંતિમ વર્ષની પરીક્ષા લેવાનો આદેશ આપવાના યુજીસીના નિર્ણયને પડકારતી એક અરજી પર સુનાવણી કરતાં આ ચુકાદો આપ્યો છે. કોર્ટે જણાવ્યું કે, તમામ રાજ્યો ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ અંતિમ વર્ષની પરીક્ષા સ્થગિત કરી શકે છે.
પરંતુ પરીક્ષાઓની નવી તારીખ અંગેનો નિર્ણય યુજીસીની સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ જ કરવાનો રહેશે. જેથી તમામ રાજ્યોએ યુજીસીના દિશા-નિર્દેશો પ્રમાણે જ પરીક્ષાઓ લેવાની રહેશે અને તેમાં કોઈપણ પ્રકારની છુટની મંજૂરી મળશે નહીં.
