રજૌરી, પુંચ અને કઠુઆમાં પાક. સેનાએ કરી સીઝ ફાયરનુ ઉલ્લંઘન કર્યુ
Live TV
-
પાકિસ્તાની સેનાએ LoC અને ઈન્ટરનેશલ બોર્ડર પાસેના રજૌરી, પુંચ અને કઠુઆ જીલ્લાના ગામડાઓમાં ફાયરિંગ કરીને મોર્ટારનો મારો ચલાવ્યો હતો. જો કે હજી સુધી કોઈ પણ પ્રકારની જાનહાનીના સમાચાર નથી.
ગઈકાલે બપોરે ત્રણ વાગ્યા બાદ પાક. સેનાએ ફાયરિંગ ચાલુ કર્યુ હતુ. ત્યારબાદ એલઓસી પાસેના નૌશેરા સેક્ટરમાં માર્ટાર પણ ફેંક્યા હતા. પાકિસ્તાની સેનાએ બાલાકોટ, દિગવાર અને કિરની સેક્ટરમાં પણ માર્ટાર મારો કરીને સીઝ ફાયરનુ ઉલંઘન કર્યુ હતુ.
ભારતીય સેનાએ પણ જવાબી કાર્યવાહીમાં ફાયરિંગ કર્યુ હતુ. ત્રણેય સેક્ટરમાં ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાનાને જવાબ આપ્યો હતો.
