રશિયામાં પ્રધાનમંત્રી મોદીનેગાર્ડ ઓફ ઓનર અપાયું
Live TV
-
પ્રધાનમંત્રી બે દિવસીય રશિયાની યાત્રા પર છે. આ શ્રેણીમાં તેઓ રશિયાના વ્લાદિવોસ્તોક પહોંચ્યા છે. રશિયામાં પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત રશિયાના ઉપ્રધાનમંત્રીએ કર્યું હતું.
પ્રધાનમંત્રી બે દિવસીય રશિયાની યાત્રા પર છે. આ શ્રેણીમાં તેઓ રશિયાના વ્લાદિવોસ્તોક પહોંચ્યા છે. રશિયામાં પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત રશિયાના ઉપ્રધાનમંત્રીએ કર્યું હતું.પ્રધાનમંત્રીનેગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. પ્રધાનમંત્રી 20મી ભારત-રશિયા દ્વિપક્ષીય બેઠકમાં ભાગ લેશે.પ્રધાનમંત્રી મોદીની આ યાત્રા બન્ને દેશો વચ્ચે સહયોગના ક્ષેત્રે અને વિકાસ આદાનપ્રદાનના મુદ્ધે ખૂબ મહત્વની છે.પીએમ આજે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટીન સાથે મુલાકાત કરશે અને દ્વીપક્ષીય સંબંધો પર ચર્ચા કરશે. સાથે જ પીએમ મોદી પૂર્વી આર્થિક વિકાસ મંચની બેઠકમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. આ બેઠક દરમિયાન અનેક નેતાઓ સાથે દ્વીપક્ષીય મુલાકાત કરશે. પ્રધાનમંત્રી રશિયા પહોંચતા જ રશિયામાં વસતા ભારતીય સમુદાયએ પીએમનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.પીએમની રશિયા મુલાકાતથી ભારતીય સમુદાયમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે પીએમ મોદીએ જ્વેઝદા પોર્ટ નિર્માણ પરિસરની મુલાકાત લીધી હતી.
